રાજપીપલા શહેર અને જિલ્લાકમાં કુલ- ૬૩૪ મતદાન મથકો ખાતે ઝોનલ અધિકારીઓ/ કર્મચારીઓ સહિતનો કુલ- ૪૫૩૦ જેટલો પોલીંગ સ્ટાફ ફરજ ઉપર તૈનાત
જિલ્લાના ૬૩૪ મતદાન મથકોએ ૧૩૭૨ કન્ટ્રોલ યુનિટ
અને ૧૪૧૬ બેલેટ યુનિટ ઉપયોગમાં લેવાશે
આજે નર્મદા જિલ્લાતમાં કુલ-૧૪૦ બેઠકોની ચૂંટણી સ્પર્ધાના કુલ-૫૦૧ ઉમેદવારોનુ ભાવિ ઘડવામાં
જિલ્લાના ૪,૪૪,૩૨૬ મતદારો બનશે ભાગીદાર
નગરપાલિકાની ચૂંટણી માટે ૨૯,૪૧૪ તેમજ જિલ્લાા પંચાયત અને પાંચેય તાલુકા
પંચાયતની ચૂંટણી માટે નોંધાયેલા ૪,૧૪,૯૧૨
જિલ્લાના મતદાન સ્થળો સહિત સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે જરૂરી પોલીસ બંદોબસ્ત સાથે કરાયેલો પૂરતો સુરક્ષા પ્રબંધ
શહેર અને જિલ્લાના ડિસ્પેચીંગ સેન્ટરો ખાતેથી મતદાન માટેની જરૂરી તમામ સામગ્રી સાથે જે તે
મતદાન ટુકડીઓની રવાનગી : જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના નેતૃત્વ- માર્ગદર્શન હેઠળ મતદાન પ્રક્રિયાના આખરી ઓપ સાથે જિલ્લા ચૂંટણીતંત્ર સુસજ્જ
માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સ સાથે અચૂક મતદાન માટે ૫૯ હજારથી વધુ મતદારોને
બલ્ક SMS દ્વારા અચૂક મતદાનનો પાઠવાયો સંદેશ
લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં નિર્ભયપણે પ્રત્યેક મતદારે ઉત્સાહભેર ભાગ લઇ મહત્તમ મતદાન કરવા જિલ્લાી ચૂંટણી અધિકારી અને જિલ્લાદ કલેક્ટર ડી.એ.શાહનો જાહેર અનુરોધ
રાજપીપલા, 27
નર્મદા જિલ્લામાં તા. ૨૮ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ને રવિવારના રોજ યોજાનારી જિલ્લાજ પંચાયત/ નાંદોદ, ગરૂડેશ્વર, તિલકવાડા, દેડીયાપાડા અને સાગબારા તાલુકા પંચાયત તેમજ રાજપીપલા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓના દિવસે શાંતિપૂર્ણ રીતે મતદાન થાય અને તે દ્વારા મુક્ત, ન્યાયી તથા તટસ્થ પારદર્શિતા સાથે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લાન કલેક્ટરશ્રી ડી.એ.શાહના નેતૃત્વ- માર્ગદર્શન હેઠળ આજે શહેર અને જિલ્લાના ડિસ્પેચીંગ સેન્ટરો ખાતેથી મતદાન માટેની જરૂરી સામગ્રી સાથે મતદાન ટૂકડીઓની જે તે મતદાન કેન્દ્રો ખાતે રવાનગી કરાવાની સાથે મતદાનને લગતી તમામ કામગીરીને આખરી ઓપ આપવાની સાથે જિલ્લા ચૂંટણીતંત્ર સુસજ્જ થયુ છે.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન હેઠળ મતદાનના દિવસે જે તે રૂટ માટેના ઝોનલ અધિકારીઓ સહિત પોલીંગ સ્ટાફની વ્યવસ્થા ઉપરાંત શહેર અને જિલ્લાના મતદાન મથકો સહિત જિલ્લાાના સમગ્ર વિસ્તારમાં જરૂરી પોલીસ બંદોબસ્ત સાથે સુરક્ષાના પૂરતા પ્રબંધો કરાયાં છે, ત્યારે લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં કોવિડ-૧૯ ની માર્ગદર્શિકાના પાલન સાથે નિર્ભયપણે પ્રત્યેક મતદારને ઉત્સાહભેર ભાગ લઇ મહત્તમ મતદાન કરવાની સાથે સમગ્ર રાજ્યમાં મતદાનની ટકાવારીમાં નર્મદા જિલ્લો મોખરે રહે તેવી જિલ્લામ ચૂંટણી અધિકારી અને જિલ્લાય કલેક્ટર ડી.એ.શાહે હ્રદયસ્પર્શી અપીલ સાથે ભારપૂર્વક જાહેર અનુરોધ કર્યો છે. શાહ દ્વારા માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સ સાથે અચૂક મતદાન માટે આજે ૫૯ હજારથી વધુ મતદારોને બલ્ક SMS દ્વારા અચૂક મતદાનનો સંદેશ પાઠવાયો છે.
આજે તા.૨૮/૦૨/૨૦૨૧ ને રવિવારના રોજ રાજપીપલા શહેર સહિત નર્મદા જિલ્લાના ૬૩૪ મતદાન મથકોએ સવારના ૭=૦૦ થી સાંજના ૬ વાગ્યા સુધી મતદાન યોજાશે જિલ્લા પંચાયત / પાંચેય તાલુકા પંચાયત અને રાજપીપલા નગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની ઉક્ત ત્રણેય સંસ્થાઓની કુલ-૧૪૦ બેઠકો માટે યોજાનારી આ ચૂંટણી સ્પર્ધામાં જિલ્લા્ના કુલ- ૪,૪૪,૩૨૬ મતદારો તેમના મતાધિકારના ઉપયોગથી ૫૦૧ ઉમેદવારોનું ભાવિ ઘડી કાઢશે, જેમાં નગરપાલિકાની ચૂંટણી માટે- ૨૯,૪૧૪ અને જિલ્લાન પંચાયત તથા પાંચેય તાલુકા પંચાયતની ચૂંટણી માટે ૪,૧૪,૯૧૨ મતદારો સહિત કુલ-૪,૪૪,૩૨૬ મતદારો નોંધાયેલ છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, રાજપીપલા નગરપાલિકાની કુલ-૨૮ બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીના-૨૮, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના-૧૨, આમ આદમી પાર્ટીના-૦૨, બીટીપીના-૦૧ અને અપક્ષ-૭૨ ઉમેદવારો સહિત કુલ-૧૧૫ ઉમેદવારો વચ્ચે ચૂંટણી સ્પર્ધા યોજાશે. તેવી જ રીતે જિલ્લા પંચાયતની કુલ-૨૨ બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીના-૨૨, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના-૨૨, આમ આદમી પાર્ટીના-૧૪, બીટીપીના-૧૮ અને અપક્ષ-૩ ઉમેદવારો સહિત કુલ–૭૯ ઉમેદવારો વચ્ચે ચૂંટણી સ્પર્ધા થશે. તેવી જ રીતે જિલ્લાની પાંચેય તાલુકા પંચાયતોની કુલ-૯૦ બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીના-૯૦, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના-૯૦, આમ આદમી પાર્ટીના-૪૨, બીટીપીના-૬૫ અને અપક્ષ-૨૦ ઉમેદવારો સહિત કુલ-૩૦૭ ઉમેદવારો વચ્ચે આ ચૂંટણી સ્પર્ધા થશે. આમ, રાજપીપલા નગરપાલિકા, નર્મદા જિલ્લા પંચાયત અને પાંચેય તાલુકા પંચાયતની કુલ-૧૪૦ બેઠકો માટે કુલ-૫૦૧ ઉમેદવારો વચ્ચે ચૂંટણી સ્પર્ધા યોજાશે.
રાજપીપલા નગરપાલિકા, નર્મદા જિલ્લા પંચાયત અને પાંચેય તાલુકા પંચાયતની ચૂંટણી માટે કુલ-૬૩૪ જેટલાં મતદાન મથકોએ યોજાનારા મતદાન માટે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ૯૨-ઝોનલ ઓફિસર, ૬૩૪-પ્રિસાઇડીંગ ઓફીસર, ૩૧૭૦-પોલીંગ ઓફિસર અને ૬૩૪-પટાવાળા સહિત કુલ-૪૫૩૦ જેટલાં પોલીંગ સ્ટાફને ફરજ ઉપર તૈનાત કરાંયા છે. જિલ્લાના ૬૩૪ મતદાન મથકોએ થનારા મતદાન માટે કુલ-૧૩૭૨ કન્ટ્રોલ યુનિટ અને ૧૪૧૬-બેલેટ યુનિટ ઉપયોગમાં લેવાશે. તેવી જ રીતે જિલ્લાના મતદાન સ્થળો સહિત સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે જરૂરી પોલીસ બંદોબસ્ત સાથે પૂરતો સુરક્ષા પ્રબંધ કરાયો છે, જિલ્લાના મતદાન સ્થળો સહિત સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે જરૂરી પોલીસ બંદોબસ્ત સાથે સુરક્ષાનો પૂરતો પ્રબંધ કરાયો છે, જેમાં ૮૨૯ જેટલાં પોલીસ જવાનો , ૧૭-હથિયારધારી જવાનો, હોમગાર્ડ અને ગૃહ રક્ષક દળના-૧૦૦૪ જવાનો ઉપરાંત SRPF ના ૨૦ હાફ સેક્શનના જવાનો ફરજ ઉપર તૈનાત કરાયાં છે.
તસવીર: જ્યોતિ જગતાપ, રાજપીપળા