*જૂનાગઢમાં મેયરના વોર્ડના રહીશોએ મહાપાલિકા કચેરીમાં હંગામો*

મેયરના વોર્ડ નં. ૯ વિસ્તારમાં આવેલા ગણેશનગર વિસ્તારના લોકોએ પાણી, ગટર, રસ્તા સહિતની પ્રાથમિક સુવિધા મુદ્દે મહાપાલિકા કચેરી ખાતે હંગામો કરી મેયર વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યો હતો અને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માંગ કરી હતી. વોર્ડ નં. ૯ વિસ્તારમાં આવેલા ગણેશનગર વિસ્તારમાં શેરી ગલીઓમાં રસ્તા,પાણી, ગટર જેવી પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ નથી. મેયર ધીરૂભાઇ આ વોર્ડના નગર સેવક છે. તેમ છતાં વિસ્તારમાં પ્રાથમિક સુવિધા લોકોને મળતી નથી