1લી માર્ચથી શરૂ થનારા બજેટ સત્રમાં પ્રત્યેક વ્યક્તિએ કોરોના ટેસ્ટ કરાવવો ફરજીયાત — નીતિન પટેલ

1લી માર્ચથી શરૂ થનારા બજેટ સત્રમાં પ્રત્યેક વ્યક્તિએ કોરોના ટેસ્ટ કરાવવો ફરજીયાત — નીતિન પટેલ

ગુજરાતની કોરોના પેટર્ન પર યુએસ અને યુકે સંશોધન કરશે, રાજકોટમાં મૃત્યુ પામેલા કોરોના દર્દીઓની ઓટોપ્સી કરીને રિસર્ચ પેપર બન્ને દેશોમાં મોકલાયા

ગુજરાતમાં મોબાઇલ એપ્લિકેશન પર સંપૂર્ણ બજેટ રજૂ કરાશે, બજેટના તમામ ડોક્યુમેન્ટ્સ એપ્લિકેશનમાં હશે — નીતિન પટેલ

ગુજરાતમાં સિનિયર સિટીઝન અને સામાન્ય નાગરિકોને રસીકરણ 1લી માર્ચથી શરૂ કરાશે, પ્રથમ 60 વર્ષથી ઉપરની વ્યક્તિઓને રસી અપાશે, એટલું જ નહીં 45 વર્ષથી વધુ વયની વ્યક્તિઓ કે જેમને કેન્સર, હાઇપરટેન્શન, કિડની, ડાયાબિટીસ જેવા ગંભીર રોગ હશે તેમને પણ રસી અપાશે. — જ્યંતિ રવિ

ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વોરિયર્સને બન્ને ડોઝની કામગીરી પૂર્ણ થઇ રહી છે, 1લી માર્ચથી આરોગ્ય વિભાગે રાજ્યભરમાં 500 સેન્ટરોથી રસીકરણની વ્યવસ્થા ગોઠવી છે. — નીતિન પટેલ

એક મોબાઇલ નંબર પરથી ચાર વ્યક્તિ રજીસ્ટ્રેશન કરાવી શકાશે, જેમાં ડોક્યુમેન્ટ્સ જોડવાના રહેશે, ઓનસાઇટ રજીસ્ટ્રેશન પર શરૂ કરાશે — જ્યંતિ રવિ