ફરજિયાત રસીકરણ બાબતે કોઇ કર્મચારી ઉપર દબાણ કરી શકાય નહીં -ડો.કિરણ વસાવા.
કોરોના માટેની વ્યક્તિના આવેલ છે એ લેવી ફરજિયાત નથી જે કોઈ વ્યક્તિએ સ્વૈચ્છિક રીતે વ્યક્તિને લેવી હોય તો જ રસી મુકાવવાની થશે.
સરકારે સૌપ્રથમ કેમ્પેન ચલાવી રસીકરણથી સલામતી બાબતે લોકોમાં જાગૃતિ લાવવી જોઈએ.
લોકોને સરકાર ઉપર વિશ્વાસ બેસે એ માટે રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના નેતાઓએ પ્રથમ વ્યક્તિ લઈને લોકોમાં રસી સલામત છે એવો મેસેજ પહોંચાડવો જોઈએ.
આડઅસર થવાની ભીતિ સામે રસીલા સલામત હોવા અંગે જાગૃતિ જરૂરી.
રાજપીપળા,તા.7
નર્મદા જિલ્લામાં ફ્રન્ટવર્કર્સ માટે કોરોનાની રસીકરણ ની કામગીરી ચાલી રહી છે પણ હજી ઘણા ને રસી ની આડઅસર થવાની ભીતિ તેવા થી હોવાથી રસી લેવા માટે લોકો હજી ફફડાટ ફેલાઈ રહ્યો છે.ઘણાં આંગણવાડી વર્કર તેમજ હેલ્થ વર્કર તરફ થી માહિતી મળતી હતી કે તેમને રસી મુકવાનું ફરજીયાત કરવા માં આવી રહેલ છે.અને તે માટે ઉપલા તંત્રની તરફથી દબાણ કરવામાં આવી રહેલ છે !જોકે આ અંગે તંત્ર પણ જણાવી રહ્યું છે કે રસી લેવી ફરજીયાત નથી.એમ સાગબારા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. જીગ્નેશ વસાવા જી તરફ થી જણાવવા માં આવેલ છે.
તાલુકા હેલ્થ ઓફિસર સાથે રૂબરૂ મુલાકાત કરી આમ આદમી પાર્ટી ના જિલ્લા પ્રમુખ ડૉ. કિરણ વસાવા એ આંગણવાડી અને અન્ય સરકારી કર્મચારીઓ ના ફરજીયાત રસીકરણ બાબત ની વાત ની ખાતરી કરેલ છે,અને રસી ફરજીયાત લેવાની થતી નથી તે વાત સાગબારા તાલુકાના હેલ્થ ઓફિસર દ્વારા જણાવવામાં આવેલ હોવાનું જણાવ્યું હતું.
કોરોના વેકસીનની આડઅસર ને લઈને લોકોમાં વેકસીન બાબતે ભય છે.પણ વેકસીનની આડઅસરના બનાવોના સમાચાર જોવા મળેલ હોવાથી કર્મચારીઓ ભયભીત છે, ત્યારે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ ડૉ. કિરણ વસાવા એ માંગ કરેલ છે કે સરકારે સૌ પ્રથમ કેમ્પેઇન ચલાવી રસીકરણ થી સલામતી બાબતે લોકો માં જાગૃતિ લાવવી જોઈએ.તેમજ લોકોને સરકાર ઉપર વિશ્વાસ બેસે એ માટે રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર ના નેતાઓ એ પ્રથમ વેકસીન લઈને લોકો માં રસી સલામત છે.એવો મેસેજ પોહચાડવો જોઈએ. જેથી ફ્રોન્ટલાઈન વોરિયર્સ પણ રસી લેવા સ્વૈચ્છિક તૈયાર થાય.પરંતુ ફરજિયાત રસીકરણ બાબતે કોઇ કર્મચારી ઉપર દબાણ નહીં એમ ડો. કિરણ વસાવા આમ આદમી પાર્ટી નર્મદાએ જણાવ્યું હતું.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ,રાજપીપળા