દેડીયાપાડાના થપાવી ગામે જુગારની રેડ.
રોકડ રકમરૂ.૨૪,૬૫૦/- તથા બે મોબાઇલ ફોન,એક મોટર સાઇકલ સહિત કૂલ ૪૫,૬૫૦/- ના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓ ઝડપાયા.
રાજપીપળા, તા.26
દેડીયાપાડાના થપાવી ગામે જુગારની રેડ કરી
રોકડ રકમ રૂ.૨૪,૬૫૦/- તથા બે મોબાઇલ ફોન,એક મોટર સાઇકલ સહિત કૂલ ૪૫,૬૫૦/- ના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને એલસીબી પોલીસે ઝડપી પાડેલ છે.
જેમા એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.એ તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો દેડીયાપાડા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પોલીસ સંયુક્ત બાતમી મળેલ કે, દેડીયાપાડા વિસ્તારના થપાવી ગામે નિશાળ ફળીયામાં કેટલાંક ઇસમો જુગારના પત્તાપાનાનો હાર જીતનો જુગાર રમી રહેલ છે.
ત્યાં એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોએ
રેઇડ કરતા ચાર ઇસમો નામે નટવરભાઇ સોમાભાઇ વસાવા (રહે. સુકાઆંબા), આકાશભાઇ નરેશભાઇ વસાવા, સુરેશભાઇ ઉબેડીયાભાઇ વસાવા બંન્ને (રહે.નિગટ) દેવેન્દ્રભાઇ ઇશ્વરભાઇ વસાવા ( રહે. થપાવી)ને ઝડપી પાડ્યા હતા.અને પકડાયેલ આરોપી પાસે થી જુગારના સાહિત્ય તથા દાવ ઉપરના તથા
અંગઝડતીના રોકડ રૂ.૨૪,૬૫૦/- તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ. ૬,૦૦૦/- તથા મો.સા.-૧ કિ.રૂ.
૧૫,૦૦૦/- નો મુદ્દામાલ મળી કુલ કિ.રૂ. ૪૫,૬૫૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જતાતેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
તસવીર: જ્યોતિ જગતાપ,રાજપીપળા