શોર્ટ ફોર્મેટ વિડિયો મંચો ડિજિટલ સ્ટાર્સનો વધારો કરી રહ્યા છે, જે સ્ટાર્સે તેમની અનોખી કન્ટેન્ટ અને વાઈરલ પ્રવાહો સાથે લાખ્ખોનાં મન જીતી લીધાં છે.
એમએક્સ ટકાટકમાં વ્યાપક પ્રકારની શોર્ટ ફોર્મ કન્ટેન્ટ છે અને ક્રિયેટરોને મોબાઈલ ફર્સ્ટ ક્રિયેશન ટૂલ્સ ઓફર કરે છે, જેમ કે, વ્યાપક પાર્શ્વભૂની મ્યુઝિક લાઈબ્રેરી, ઓડિયો મિક્સિંગ, આધુનિક બ્યુટિફિકેશન ટૂલ્સ, નવાં અને નવીન ઈફેક્ટ્સ અને ફિલ્ટર્સ અને વોઈસ ઓવર રેકોર્ડિંગનો સમાવેશ થાય છે. તે ભારતના અગ્રણી ડિજિટલ પ્રભાવશાળીઓ, જેમ કે, જિમા આશી, આશિકા ભાટિયા, રૂગીસ, મંજુલ ખત્તર, ખુશી પંજાબન, મૃદુલ મધલોક અને આયુષ યાદવની યજમાની પણ કરે છે.
અમે હાલમાં એમએક્સ ટકાટક ફેમ હાઉસ સાથે ગયા વર્ષે મંચ દ્વારા રજૂ કરવામાં આવેલી અજોડ ક્રિયેટર પહેલ વિશે સાંભળ્યું હતું અને આ મહિનામાં એમએક્સ ટકાટક ફેમ કોલેબ નામે આવી જ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. આ કોલેબમાં 15થી વધુ એમએક્સ ટકાટક ક્રિયેટરો એક છત હેઠળ આવ્યા હતા. તેમણે તેમના ઉપભોક્તાઓ માટે જોડાણ કર્યું છે અને સહભાગી અને મોજીલી કન્ટેન્ટ નિર્માણ કરી છે. આ 6 દિવસની પહેલમાં રસપ્રદ વિડિયો બનાવવા માટે ક્રિયેટરોને જરૂરી મંચ તરફથી સર્વ આધાર અને વ્યાવસાયિક સહાયનો સમાવેશ થાય છે અને ઉપભોક્તાઓ અને પ્રભાવશાળીઓ માટે આ ઉત્તમ સંકલ્પના શા માટે છે એવું અમને લાગે છે તે જાણો.
1. અન્ય ટોચના કન્ટેન્ટ ક્રિયેટર્સ સાથે નવી કન્ટેન્ટની ખોજઃ ક્રિયાત્મક રસધારા વહેતી રહે તે માટે ભારતના અમુક ઉત્કૃષ્ટ ક્રિયેટરો સાથે એક છત હેઠળ એકત્ર રહેવા જેવો રૂડો અવસર બીજો કોઈ હોઈ નહીં શકે. ફેમ હાઉસ અલગ અલગ પાર્શ્વભૂના મોટા અને નાના ક્રિયેટરોને હોસ્ટ કરે છે, જેમને એકબીજા સાથે જોડાવાની અને શીખ લેવાની અને તેમણે અન્યથા અજમાવ્યો નહીં હોત તેવા પ્રકાર સાથે અજમાયશ કરવાની તક મળે છે. ફેમ હાઉસની પ્રથમ સીઝનના સહભાગીઓએ તેમના મુકામ દરમિયાન તેમના સમોવડિયાઓ પાસેથી નવી ટિપ્સ અને ટ્રિક્સ શીખી હોવાનું કબૂલ કર્યું છે, જે હવે ઉપભોક્તાઓનું મનોરંજન કરવા માટે નવી કેન્ટેન્ટના પ્રવાહો લાવવા તેમને અભિમુખ બનાવે છે. તેમને જરૂરી બધું જ ઉપલબ્ધ કરાયું હોવાથી શક્યતાઓ ખરા અર્થમાં અસીમિત બની છે, જે સાથે તેમને પોતાની આગવી ઓળખ કંડારના માટે અજોડ તક મળી છે.
2. તેમના ચાહક અનુયાયીઓમાં વધારોઃ આ દરેક ક્રિયેટરોના પોતાના અનુયાયીઓ છે, પરંતુ ઘણા બધા અન્ય કેઓએલ સાથે તમે કામ કરો ત્યારે અનુયાયીઓનો ગુણાંક કેટલો થશે તેની જરા કલ્પના કરો. તેઓ એકબીજાના ચાહક મૂળનો લાભ લઈ શકે છે અને પ્રક્રિયામાં તેમના અનુયાયીઓ વધારે છે. આને કારણે ક્રિયેટરોને લાભ થવા સાથે ઉપભોક્તાઓને પણ તેમના મનગમતી કેઓએલ પાસેથી ઘણી બધી અનોખી કન્ટેન્ટ જોવા મળે છે.
3. લાઈટ્સ. કેમેરા. એકશનઃ હાઉસમાં દરેક વ્યાવસાયિક ક્રિયાત્મક માર્ગદર્શન, હેર અને મેકઅપ, વ્યાવસાયિક પ્રોડકશન સેટઅપ અને સુંદર સ્થળોને પહોંચ ધરાવે છે, જ્યાં તેમણે ફક્ત અને ફક્ત ઉત્તમ કન્ટેન્ટ નિર્માણ કરવા વિશે વિચારવાનું રહે છે.
આથી જો સ્ટાર બનવા માટે તમે પણ તમારા હાથ અજમાવવા માગતા હોય તો તમારે માટે આ મોકો છે. એમએક્સ ટકાટક એપ હમણાં જ ડાઉનલોડ કરો.