નર્મદાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 1900 જેટલાં પોલીસ અધિકારીઓ,જવાનો, એસઆરપી,હોમગાર્ડને,જીઆઇડીસી સહિતનો સ્ટાફ તૈનાત કરાયો.

નર્મદાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 1900 જેટલાં પોલીસ અધિકારીઓ,જવાનો, એસઆરપી,હોમગાર્ડને,જીઆઇડીસી સહિતનો સ્ટાફ તૈનાત કરાયો.
રાજપીપળામાં 20 જેટલા સંવેદનશીલ બુથ અને નર્મદામાં 91 સંવેદનશીલ બૂથો,35 અતિ સંવેદનશીલ બુથ ઉપર સઘન ચુસ્ત પોલીસ બંદોબસ્ત.
રાજપીપળા, તા.25
રાજપીપળા નગરપાલિકા સહિત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણી 28 ફેબ્રુઆરીના રોજ યોજવાની છે. નર્મદા પોલીસ 1900 જેટલાં પોલીસ અધિકારીઓ,જવાનો, એસઆરપી, હોમગાર્ડને, જીઆઇડીસી સહિતનો સ્ટાફ તૈનાત કરાયો છે.સુરક્ષા બાબતે જિલ્લા પોલીસવડા હિમકરસિંહ ના માર્ગદર્શન હેઠળ નર્મદા પોલીસે ચૂંટણી સુરક્ષાને લઈ માઈક્રો પ્લાનિંગ કર્યું છે. નર્મદા જિલ્લામા 91 જેટલાં સંવેદનશીલ બૂથ મથકો અને 35 અતિ સંવેદનશીલ બુથ મથકો છે. જ્યાં પોલીસ સઘન સુરક્ષા બંદોબસ્ત રાખશે ત્યાં ખાસ તકેદારી રાખવામાં આવશે.
ડીવાયએસપી રાજેશ પરમારે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં 191 જેટલા સંવેદનશીલ વિસ્તારો બુથો છે.જેમાં ખાસ પોલીસની વોચ રહેશે. રાજપીપળા સહિત તમામ તાલુકા મથકો પર પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ કરવામાં આવી છે . જેમાં લોકોને ચૂંટણીમાં શાંતિનો માહોલ લાગે સાથે અસામાજીક તત્વોમાં ડર ઉભો થાય એટલે ફ્લેગમાર્ચ કરવામાં આવી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા