*ગુજરાત હાઇ કોર્ટમાં નવનિયુક્ત ચાર જજની શપથવિધિ*

અમદાવાદ: ગુજરાત હાઇ કોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથે ગુજરાત હાઈ કોર્ટેના જજ તરીકે નવનિયુક્ત ઇલેશ જશવંતરાય વોરા, ગીતા ગોપી, ડૉ. અશોકકુમાર ચીમનલાલ જોષી અને રાજેન્દ્ર એમ. સરીનને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા.આ શપથવિધિ પ્રસંગે કાયદો અને ન્યાયતંત્રના પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા, હાઈ કોર્ટના ન્યાયમૂર્તિઓ, એડવોકેટ જનરલ, વકીલો, હાઈકોર્ટના અધિકારીઓ તથા નવનિયુક્ત જજશ્રીઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા