આવતીકાલે સોમવારે આ વખતે રાજપીપળામાં પહેલીવાર કોરોના મહામારી ને કારણે કાછીયાવાડ સંસ્કારી યુવક મંડળ દ્વારા રાવણના પૂતળાનું દહન કાર્યક્રમ નહીં યોજાય.
રાવણની ભવ્ય શોભાયાત્રા પણ નહીં નીકળે.
સમગ્ર દેશમાં રાવણ દહન દશેરાના દિવસે થાય છે,પણ એકમાત્ર રાજપીપળામાં દશેરાના બીજા દિવસે અગિયારસને દિવસે રાવણનું દહન થતું હતું તે વર્ષોથી પરંપરા તૂટી.
રાજપીપળા, તા. 25
આ વખતે રાજપીપળામાં પહેલીવાર કોરોના મહામારી ને કારણે કાછીયાવાડ સંસ્કાર યુવક મંડળ દ્વારા રાવણના પૂતળાનું દહનનો કાર્યક્રમ આવતીકાલે સોમવારે નહીં યોજાય.તેમ જ રાવણ ની ભવ્ય શોભાયાત્રા પણ નહીં નીકળે, કાછીયાવાડ રાજપીપળાનો મોટી વસ્તી ધરાવતો વિસ્તાર છે. જેમાં આ વખતે મોટી સંખ્યામાં કાછીયાડ વિસ્તારમાં કોરોના પોઝિટિવના સૌથી વધુ કેસો થવા ઉપરાંત મૃત્યુના કેસો પણ વધારે થતાં હોય, તેમજ સરકારની કોવિડ ગાઇડલાઇન મુજબ જાહેર કાર્યક્રમ પર પ્રતિબંધ હોવાથી આ વખતે રાજપીપળામાં રાવણ દહન નહીં થાય. સંસ્કાર યુવક મંડળના પ્રમુખ મહેશભાઈ હિરાભાઇ કા.પટેલે જણાવ્યું હતું કે અમારા કાછીયાવાડ વિસ્તારમાંથી દર વર્ષે નીકળતી રાવણ ની શોભાયાત્રા નહીં નીકળતી અને રાવણના પૂતળાનું દહન પણ નહીં થાય.
અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં રાવણ દશેરા ના દિવસે થાય છે, પણ એકમાત્ર રાજપીપળામાં દશેરાના બીજા બીજે દિવસે અગિયારસના દિવસે રાવણનું દહન થતું હતું. તે વર્ષોની પરંપરા આ વર્ષે તૂટતી હતી. સમગ્ર દેશમાં દશેરાના દિવસે રાવણનું દહન થતું હતું, પણ એકમાત્ર રાજપીપળામાં દર વર્ષે પહેલા દશેરાના બીજા દિવસે આજે રાવણનું દહન થયું હતું. જેમાં રાજપીપળામાં રાવણની ભવ્ય શોભા યાત્રા નિકળી હતી, અને ગામમાં ભવ્ય શોભાયાત્રા પણ નીકળી હતી, જેમાં દર વર્ષે રાજપીપળામાં 15 ફૂટ ઊંચા રાવણને સણગારી ટ્રેક્ટર અને ટ્રોલી પર સજાવી આખા ગામમાં ફેરવી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવતી હતી. અને શોભાયાત્રા ગામમાં ફરીને મોડી સાંજે કુંભારવાડા ઢોળ નીચે પહોંચી આતીશબાજી સાથે રાવણના પૂતળાનું દહન કરાયું હતું. પણ આ વર્ષે આ સમગ્ર કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. હવે સોમવારે રાવણ કાર્યક્રમ રદ કરાયો છે.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા