રાજયમાં ન્યાયતંત્રને વધુ સૂદ્રઢ બનાવવા રાજય સરકાર પ્રતિબધ્ધ

રાજયમાં ન્યાયતંત્રને વધુ સૂદ્રઢ બનાવવા રાજય સરકાર પ્રતિબધ્ધ▪રાજયભરમાં જિલ્લા તાલુકા અને ફેમિલી કોર્ટના નિર્માણ માટે રુ. ૯૧ કરોડ મંજૂર :કાયદા મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદી¤ કોર્ટ બિલ્ડિંગ અને જ્યૂડીશીયલ ઓફીસર્સ સહિત સ્ટાફના રહેણાકોનો અદ્યતન સુવિધાથી સજજ કરાશે¤ હિંમતનગર જિલ્લા ન્યાયાલયના બિલ્ડીંગના બાંધકામ માટે રુ. ૬૦ કરોડ અને થરાદ નવીન તાલુકા કોર્ટ બિલ્ડિંગના બાંધકામ માટે રૂ. ૧૨ કરોડની વહીવટી મંજૂરી¤ જ્યૂડીશીયલ ઓફીસરોના ૧૦ રહેણાક મકાનો માટે રૂ. ૬ કરોડ તથા સ્ટાફ માટે ૩૧ રહેણાક મકાન માટે રૂ. ૮ કરોડની વહીવટી મંજૂરી¤ દિવ્યાંગ વ્યક્તિ કોર્ટમા સુગમતાથી પ્રવેશ કરી શકે તેનો યોગ્ય વ્યવસ્થા માટે રૂ. ૫૧ લાખની વહીવટી મંજૂરી****કાયદા મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યુ છે કે ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવાની પ્રતિબદ્ધતા સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે ત્યારે નાગરિકોને ઘરઆંગણે જ સસ્તો અને ઝડપી ન્યાય મળી રહે એ માટે ન્યાયતંત્રને વધુ સુદ્રઢ બનાવવા માટે મકકમ નિર્ધાર કરીને સમયબધ્ધ આયોજન કર્યુ છે જેના ભાગરૂપે રાજયભરમાં જિલ્લા તાલુકા અને ફેમિલી કોર્ટના નિર્માણ માટે રુ. ૯૧ કરોડની વહીવટી મંજૂરી રાજય સરકારે આપી છે. કાયદા મંત્રીશ્રી ત્રિવેદીએ ઉમેર્યુ કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ભવિષ્યમાં અત્યાધુનિક અને દરેક સુવિધાથી સજ્જ જિલ્લા કોર્ટ,તાલુકા કોર્ટ અને ફેમીલી કોર્ટ બિલ્ડીંગનું નિર્માણ પામે તથા ન્યાયિક અધિકારીશ્રીઓના રહેણાંકો માટે ક્વાર્ટર બની રહે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ ટૂંકા ગાળામાં રૂ. ૯૧ કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. મંત્રીશ્રી ત્રિવેદીએ ઉમેર્યુ કે, રાજ્ય સરકારે સ્પીડી જસ્ટીશ ડિલિવરી સીસ્ટમ્સના મહત્વના પરિબળ એવા એટલે કે કોર્ટ બિલ્ડીંગના બાંધકામ માટેની જરૂરિયાતોને અગ્રીમતા આપી છે. તેના ભાગરૂપે હિમંતનગર ખાતે જિલ્લા કક્ષાના ન્યાયાલયના નવા કોર્ટ બિલ્ડીંગના બાંધકામ માટે રૂ. ૬૦,૩૩,૫૦,૦૦૦/- અને થરાદ ખાતે નવી તાલુકા કોર્ટ બિલ્ડિંગના બાંધકામ માટે રૂ ૧૨, ૩૩, ૫૦, ૦૦૦ મળી કુલ રૂ. ૭૨,૬૭,૦૦,૦૦૦/- ની વ હીવટી મંજૂરી આપી પ્રજાલક્ષી અભિગમ અપનાવ્યો છે. આ કોર્ટ બિલ્ડિંગ અત્ય આધુનિક સુવિધાઓથી સજ્જ થતા નાગરિકોની સુવિધાઓમાં વધારો થશે તથા તે જગ્યાએ કાર્યરત કર્મચારી/અધિકારીઓની કાર્યક્ષમતામાં પણ વધારો થશે. મંત્રીશ્રીએ ઉમેર્યુ કે રાજ્ય સરકાર દ્વારા ન્યાયતંત્ર સાથે જોડાયેલ ન્યાયાધિશો અને કર્મચારીઓને કામ કરવાની જગ્યા એટલેકે કોર્ટ બિલ્ડિંગને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કર્યા છે તેની સાથે સાથે ન્યાયાધિશો તથા સ્ટાફને રહેઠાણની સુવિધા પણ પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા માળખાકીય સુવિધામાં વધારો થાય એ આશયથી જ્યૂડીશીયલ ઓફીસરો માટે ૧૦ રહેણાકના મકાનો નિર્માણ કરાશે એ માટે કુલ રૂ. ૬.૭૩ કરોડની તથા સ્ટાફ માટેના કુલ ૩૧ રહેણાકના મકાનોના નિર્માણ માટે રૂ. ૮ કરોડની વહીવટી મંજૂરી આપી છે. તેમણે ઉમેર્યુ કે દિવ્યાંગો માટે વડાપ્રધાનશ્રીના એક આગવા અભિગમને આગળ વધારતા રાજ્યની કલોલ, દહેગામ, માલપુર, ઈડર, તલોદ, ભીલોડા ખાતેની અદાલતોમાં દિવ્યાંગ વ્યક્તિ સુગમતાથી પ્રવેશ કરી શકે અને એમના માટે વ્યવસ્થાઓ ઉભી કરવા માટે રાજ્ય સરકારે રૂ. ૫૧,૬૭,૫૦૦ની વહીવટી મંજૂરી આપી છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા નામ.વડી અદાલતના ઇન્ફ્રાસ્ટ્રકચરની સુવિધામાં વધારો કરવા માટે રૂ. ૩,૪૪,૨૭,૨૦૦/ની વહીવટી મંજૂરી પણ આપવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યુ છે.

દિલીપ ગજજર