ટેમ્પામાં શેરડીની બાંડી નીચે છુપાવેલ વિદેશી દારૂની
બોટલ નંગ-૪,૧૪૦ કિ.રૂ. ૪,૩૯,૫૦૦ના પ્રોહીબીશનના મુદ્દામાલ ઝડપાયો
ડેડીયાપાડાના ટાઉનમાંથી મુદ્દામાલ સાથે એક ની ધરપકડ.
ગુનામાં સંડોવાયેલ ચાર ને વોન્ટેડ જાહેર કરાયા
રાજપીપળા, તા 25
ડેડીયાપાડાના ટાઉનમાંથી ટેમ્પામાં શેરડીની બાંડી નીચે છુપાવેલ વિદેશી દારૂની
બોટલ નંગ-૪,૧૪૦ કિ.રૂ. ૪,૩૯,૫૦૦ના પ્રોહીબીશનના મુદ્દામાલ સાથે આરોપીને ડેડિયા પાડા પોલીસે
ઝડપી પાડેલ છે.
જિલ્લા પોલીસવડા
હિમકર સિંહ, પોલીસ અધિક્ષક નર્મદાએ જીલ્લામાંથી દારૂના
દુષણ ને ડામવા તેમજ અસરકારક
કામગીરી કરવા માટેની કડકનિર્દેશો અને સુચનાનાં પગલે નાયબ પોલીસ અધિક્ષક
રાજેશ પરમારને બાતમી મળેલ
કે ટાટા ટેમ્પા નંબર MH-43-F-
0336માં વિદેશી દારૂ હોવાની બાતમી આધારે એલસીબી પીઆઈ
એ.એમ. પટેલ,તથા ઐલ.સી.બી. ટીમ મારફતે ડેડીયાપાડા પૌ.સ્ટે. વિસ્તારમાં પ્રૌહી
નાકાબંધી તેમજ વોયમાં હતા ટેમ્પા નેઆવતા તેને રોકી ટૅપ્પાને ચેક કરતા શેરડીની બાંડીના નીચે વિદેશી દારૂના પ્લાસ્ટીકના શૈલ નંગ-60
કિ.રૂ31500/- તથા પ્લાસ્ટીકના ક્વાટરીયા નંગ-3600 કિ.રૂ.3,60,000/- તથા બીયર નંગ-૪૮૦ કિ.રૂ.
૪૮ooo/- તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૫ooo/- તથા ટાટા ૪૦૭ ટેમ્પા-૧ કિ.રૂ. 2,00,000/- તથા રોકડ
રકમ રૂ.૩૩૦/- મળી કુલ્લે કિ.રૂ.6,44,830/-ના મુદામાલ સાથે ટેમ્પા ચાલક રવિદાસ ઉર્ફે રવિન્દ્રસામનસીંગ તડવી (રહે. સૌના પાડી. તા.અક્કલકુવા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર)ની ધરપકડ કરી હતી. આરોપીની
પુછપરછ દરમ્યાન આરોપી (1) સ્વપનલ મોહન ખોઇ રહૈ, ખાપર ગ્રામ પંચાયતની બાજુમાં તા, અદક્લકુવા
જી,નંદુરબાર (ર) દિપીલભાઇ માનસીંગ તડવી રહે, સૌના પાડી તા.કલકુવા જી.નંદુરબાર (૩) સંદિપ
દબેટુલાલ ભોઇ રહે. ખાપર તા.અંકલકુવા જી.નંદુરબારના તેમજ વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર ઇસમ
પણ ગુનાના કામે સંડોવાયેલ હોય જેથી તમામને વોન્ટેડ જાહેર કરી તમામ વિદેશી પ્રોહી મુદામાલ ગુનાના
કામે કબજે કરી ડેડીયાપાડા પોલીસને સોંપેલ છે
તસવીર: જ્યોતિ જગતાપ,રાજપીપળા