*ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ શરૂ*

અમદાવાદ: ગુજરાતમાં બેકાબૂ કોરોના વાયરસની વચ્ચે પણ ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ રાજકીય પ્રવાસો શરૂ કરીને ટોળા ભેગાં કરવાની શરૂઆત કરી દીધી છે એટલું જ નહીં કોરોના ગાઇડ લાઇનનો પણ સરેઆમ ભંગ થઇ રહ્યો હોવાના ઉહાપોહ વચ્ચે પણ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના રાજકીય પ્રવાસ અને મેળાવડા ચાલી રહ્યા છે બીજી બાજુ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પણ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના નવા સિમાંકનની જાહેરાતો થઇ છે