રાજપીપળા પાલિકા ચૂંટણી નો અવનવું .
ચૂંટણી મેદાનમાં દંપતી , પુત્ર-પુત્રી,ભાઈબેન કાકા ભત્રીજી,ભત્રીજો,ચૂંટણી લડી રહ્યા છે.
રાજપૂત પરિવારની ત્રીજી પેઢી ચૂંટણી લડી રહી છે.
વિરોધ પક્ષના નેતા કોંગ્રેસ અને તેમના ભાઈ બહેન અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છે .
રાજપીપળા,તા.25
રાજપીપળા નગરપાલિકા ચૂંટણી તે હવે માંડ ત્રણ દિવસ બાકી રહ્યા છે. ત્યારે ઉમેદવારો પોતાનો પ્રચાર કરી મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે.જેમાં સૌથી વધુ અપક્ષ ઉમેદવાર મેદાનમાં છે .રાજપીપળા પાલિકાની આ વખતની ચૂંટણીમાં પતિ-પત્નીના ત્રણ જોડા, કાકા-ભત્રીજી-ભત્રીજો, ભાઈ-બહેન ચૂંટણી મેદાનમાં છે. બીજી તરફ પાલિકા પૂર્વ પ્રમુખ અપક્ષ તો એમની, પત્ની, ભાઈ અને ભત્રીજાએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે.
રાજપીપળા પાલિકા વોર્ડ 7માંથી પતિ પત્ની નીલેશસિંહ આટોદરિયા અને મીનાક્ષીબેન જનહિત રક્ષક પેનલમાંથી ચૂંટણી લડી રહ્યા છે .જ્યારે વોર્ડ 3માંથી પતિ ભરતભાઈ માધુભાઈ વસાવાએ અપક્ષ અને પત્ની ભારતીબેન વસાવાએ વોર્ડ 7 માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઊભા છે. ઓ સંજયભાઈ માછી અને કવિતાબેન માછી દંપતી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે .બીજી બાજુ એમની પુત્રી રિયાબેન ભરતભાઈ વસાવા, ભાઈ સુરેશ વસાવા અને ભત્રીજા સુનિલ ભંગાભાઈ વસાવાએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે.
રાજપીપળા પાલિકા વોર્ડ 5માંથી મૂંતઝીરખાન શેખે કોંગ્રેસમાંથી જ્યારે બીજાભાઈ મોઈન શેખે વોર્ડ 3માંથી અપક્ષ ઉમેદવારી અને બેન ફરીદાબાનુ શેખે વોર્ડ 1માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
તો બીજી તરફ આ વખતે રાજપૂત પરિવારની ત્રીજી પેઢી ચૂંટણી લડી રહી છે.ભૂતકાળમાં ડો. જે.સી.ગોહિલ પછી એમના પુત્ર સ્વ.અલકેશસિંહ ગોહિલ અને હવે એમનો પુત્ર કુલદીપસિંહ ગોહિલ વોર્ડ 6 માંથી ભાજપના ઉમેદવાર બન્યા છે.
રાજપીપળા પાલિકા ચૂંટણીમાં અપક્ષોનો રાફડો ફાટ્યો છે, વોર્ડ 5ના અપક્ષ ઉમેદવાર વિજય રામી વન મેન આર્મીની જેમ એકલા જ પ્રચાર કરી રહ્યા છે. તેઓએ જનતાને અનેક વચનો પણ આપ્યા છે એમાં એક વચન એવું પણ આપ્યું છે કે, જો હું ચૂંટાઈને આવીશ તો ચૂંટાયેલા મહિલા કોર્પોરેટરના પતિ દેવોને બોર્ડ મિટિંગમાં હાજર રાખવામાં નહીં આવે.
જો આ વખતે ભાજપને સ્પષ્ટ બહુમતી મળે તો રાજપીપળા પાલિકાના પૂર્વ પ્રમુખ અલકેશસિંહ ગોહિલના પુત્ર કુલદીપસિંહ ગોહિલને પ્રમુખ બનાવશે એવા ચોક્કસ એંધાણ વર્તાઈ રહ્યા છે,તો બીજી તરફ જો જનહીત રક્ષક પેનલને સ્પષ્ટ બહુમતી મળે તો નિલેશસિંહ આટોદરિયા પ્રમુખ તરીકેના દાવેદાર છે, તો બીજી બાજુ કોંગ્રેસે આ વખતે 12 ઉમેદવારો ઉતર્યા છે. બીજા વોર્ડમાં અપક્ષો સાથે એમનું ખાનગી ગઠબંધન છે તો કોંગ્રેસ માંથી ભરત વસાવા પ્રમુખ પદના દાવેદાર છે,આમ હવે મતદાર કોના પર પસંદગીનો કળશ ઢોળે છે એ તો હવે મતદાર જ નક્કી કરશે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા