અમિત શાહ, સમગ્ર કેબિનેટ 300 સાંસદો 5 મુખ્યપ્રધાન તમામ તાકાત અને પૈસા કોઈ ન ચાલ્યું સંજય સિંહ

આપના સાંસદ સંજય સિંહે આમ આદમી પાર્ટીના વિજયને સમગ્ર હિન્દુસ્તાનનો વિજય ગણાવ્યો. સંજય સિંહે જણાવ્યું કે દિલ્હીના પ્રજાજનોએ આજે સાબિત કરી દીધું છે કે દિલ્હીના 2 કરોડ લોકોના પરિવારનો પુત્ર અરવિંદ કેજરીવાલ છે અને તેને કોઇ હરાવી શકે તેમ નથી. દિલ્હીના લોકોએ બતાવી દીધું કે તેમના પુત્ર સામે અમિત શાહ અને સમગ્ર કેબિનેટ, 300 સાંસદો, 5 મુખ્યપ્રધાનો તમામ તાકાત, પૈસા અને નફરત લગાવી દીધી. પરંતુ દિલ્હીની પ્રજાએ પોતાના દીકરાને પ્રચંડ બહુમતિ આપી. દિલ્હીવાસીઓએ સમગ્ર દેશને સંદેશો આપ્યો છે કે હવે ફક્ત કામ અને મુદ્દાઓની જ રાજનીતિ થશે.