*54 ફૂટના 210 ટન વજન ધરાવતા પથ્થરમાથી બનશે મૂર્તી*

બોટાદના સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે 54 ફૂટનો બ્લેક ગ્રેનાઈટનો સૌથી મોટો 210 ટનનો પથ્થર આવતીકાલે અમદાવાદ આવશે. આ પથ્થર રાજસ્થાનથી આવશે. અમદાવાદના સંતો દ્વારા વૈષ્ણોદેવી સર્કલ પાસે પથ્થરનું સ્વાગત કરવામાં આવશે. આ પથ્થર 110 ટાયર વાળા વોલ્વો ટ્રકમાં આવી રહ્યો છે. ત્યારે બોટાદના કુંડળ ખાતે ભવ્ય સ્વાગત કરી પથ્થરને સાળંગપુર મંદિર ખાતે લઈ જવામાં આવશે. મહત્વપૂર્ણ બાબત છે કે આ પથ્થરમાંથી બનાવેલી પ્રતિમાનું 8 એપ્રિલ 2020ના રોજ હનુમાનજી જયંતિના દિવસે અનાવરણ કરવામાં આવશે