કોંગ્રેસના MLA વીરજી ઠુમ્મરે DyCM નીતિન પટેલને વરસાદ બાદ તૂટેલા રસ્તાઓ મામલે પત્ર લખ્યો.

કોંગ્રેસના MLA વીરજી ઠુમ્મરે DyCM નીતિન પટેલને વરસાદ બાદ તૂટેલા રસ્તાઓ મામલે પત્ર લખ્યો છે. રાજ્યના ધોરીમાર્ગની તાકીદે મરામતની માંગ કરી છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓને જોડતા રસ્તાઓ બિસ્માર હોવાનું જણાવતા ઠુંમર જણાવે છે કે, અમદાવાદને જોડાતા રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. ચોમાસાની સીઝનમાં રસ્તાઓની પોલ ખુલી જાય છે. તેમ છતાં કેમ કોઈ પગલા નથી લેવાતા? જનતા સોશિયલ મીડિયામાં મજાક ઉડાવી રહી છે. ખરાબ રસ્તાઓ સરકાર માટે શરમજનક બાબત હોવાનું પણ વીરજી ઠુમ્મરે જણાવ્યું હતુ.

બજેટમાં માત્ર રસ્તાના રીસરફેસિંગ માટે જ 3600 કરોડ રૂપિયા ફાળવાયા

10 હજાર કરોડથી વધારેનું બજેટ હોવા છતાં પણ દર વર્ષે રસ્તા કેમ ખખડધજ બની જાય છે. બજેટમાં માત્ર રસ્તાના રીસરફેસિંગ માટે જ 3600 કરોડ રૂપિયા ફાળવાયા હતા. તેમ છતાં આ ચોમાસે રાજ્યના 80 ટકા રોડ બિસ્માર હાલતમાં છે. આવા ખાડા વાળા રોડને કારણે જ ભારતમાં રસ્તા પર ખાડાને લીધે થતાં અકસ્માતમાં ગુજરાતનો નંબર છઠ્ઠો છે.

વરસાદ બાદ રાજ્યના રોડ-રસ્તાના હાલ બેહાલ

અમદાવાદમાં વરસાદ બાદ ખાડાઓનું રાજ જોવા મળી રહ્યું છે. સનાથલ ચોકડીથી બોપલ બ્રિજ સુધીનો રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. રસ્તા પર અનેક જગ્યાએ મસમોટા ગાબડા પડી ગયા છે. આવા રસ્તે વાહન ચલાવશો તો હાડકાને નુકસાન નક્કી છે. ગત વર્ષે જ ભાજપના નેતા આઇ.કે.જાડેજાએ આ રોડ મુદ્દે ટ્વીટ કર્યું હતું. આઇ.કે.જાડેજાના ટ્વીટ બાદ નવો રસ્તો બન્યો હતો. પરંતુ એક વર્ષમાં જ ફરી રસ્તો ખસ્તાહાલ થઈ ગયો છે…ભાજપના નેતાના ટ્વીટ બાદ બનેલો રસ્તો એક વર્ષમાં ધોવાઇ ગયો છે. ભાવનગરના મુખ્ય રસ્તાઓ પર ખાડા ખાડા જોવા મળી રહ્યા છે. ભાવનગર-મહુવા હાઈવે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. ભાવનગર-અમદાવાદ માર્ગ નજીકના રસ્તાઓ બિસ્માર બન્યા છે. રાજ્યમાં તમામ માર્ગ મળીને કુલ લંબાઇ 81,246 કિમી

સામાજિક-આર્થિક સમીક્ષા 2019-20 અને માર્ગ-મકાન વિભાગની વેબસાઇટ પરથી માહિતી મુજબ રાજ્યમાં 81000 કિ.મી. રસ્તા છે. જેમાંથી 98 ટકા પાકા રસ્તા છે. રાજ્યમાં તમામ માર્ગ મળીને કુલ લંબાઇ 81,246 કિમી છે. માર્ગો પર 1518 મોટા બ્રિજ છે, 5404 ના બ્રિજ, 106994 જેટલા કોઝ-વે છે. 98 ટકા પાકા રસ્તા છે જ્યારે 2 ટકા જ કાચા રસ્તા છે. રાજ્યના 99.42 ટકા ગામો સુધી પાકા રસ્તા છે.

81,246 કિમી કુલ રસ્તાની લંબાઈ

  • 5146 કિમી નેશનલ હાઇવે,
  • 17248 કિમી સ્ટેટ હાઇવે,
  • 20112 કિમી મુખ્ય જિલ્લા માર્ગ,
  • 10259 કિમી અન્ય જિલ્લા માર્ગ,

કેટલી લેનના છે રસ્તા

  • 28481 કિમી ગ્રામ્ય માર્ગો
  • 3655 રસ્તા મલ્ટી-લેન, 1
  • 5295 ડબલ લેન
  • 60186 સિંગલ લેન રસ્તા છે.