*અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માત 2નાં મોત*

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ વે પર આણંદના બેડવા નજીક અકસ્માત થયો છે, જેમાં બે લોકોના મોત નિપજ્યા છે. એક કાર કન્ટેનર પાછળ ઘુસી જતાં બે લોકોના મોત થયા છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ મૃતક બંને સગા ભાઈ-બહેન હોવાનું સામે આવ્યું છે.આ બંને ભાઈ-બહેન અમદાવાદમાં ભત્રીજીના લગ્ન હોવાથી, ભત્રીજીના સાસરીમાં કોઈ ધાર્મિક વિધિ પૂરી કરી વડોદરા પરત ફરી રહ્યાં હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો