ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું રાજપીપળામા આગમન થતા ભવ્ય સ્વાગત

ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું રાજપીપળામા આગમન થતા ભવ્ય સ્વાગત

રાજપીપળા નગરમા પાટિલનો ભવ્ય રોડશો યોજાયો.

કેસરિયા ખેસ અને ઝંડી ઓ સાથે બાઈક રેલી લોક આકર્ષણનું કેન્દ્ર બની.

રાજપીપળા એપીએમ સી મા જાહેર સભામા સીઆરપાટીલનું ઉષ્મ્ભેર સ્વાગત

નગરમાં મુખ્ય માર્ગો પર પાટીલ નું ઠેર ઠેર ભવ્ય સ્વાગત.

રાજપીપળા, તા 21

સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ના સ્ટાર પ્રચારક ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પહેલી વાર રાજપીપળા પધારતા હેલિકોપ્ટર દ્વારા રાજપીપળા હેલિપેડ પર આવી પહોચતા ભાજપના વરિષ્ઠ આગેવાનો દ્વારા રહ્યા છે તેમનુ સ્વાગતકરાયુ હતું. ત્યાથી તેઓ શણગારેલ ખુલ્લી જીપમાં બેસી જતા તેમનો ભવ્ય રોડ શો નો પ્રારંભ થયો હતો.
આજે રાજપીપલા ખાતે બપોરે ભીલ રાજાનો પ્રારમ્ભ કરાયો હતો. જેમા મોટી સંખ્યામા કાર્યકર્તાઓ જોડાયા હતા.આ રોડ શો સૂર્ય દરવાજા થી સ્ટેશન રોડ થઈને માં હરસિદ્ધિ ના આશીર્વાદ લઈને જિન કમ્પાઉન્ડમાં જાહેર સભા યોજાઇ હતી.

જેમાસાંસદ મનસુખભાઈ વસાવા,ગીતાબેન રાઠવા, જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ પૂર્વ વન મંત્રી શબ્દ શરણ તડ્વિ તથાપાર્ટી ના કાર્યકર્તાઓ અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના તમામ ઉમેદવારો મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા.ભાજપ કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયુ હતું.

સીઆર પાટીલે ભીલરાજાની પ્રતિમા પાસે પહોચી ભીલ રાજાને પ્રણામ કરી ફુલહાર કર્યા હતા.ત્યારબાદ તેઓ લાલટાવર પાસે પહોંચતા ત્યાં વોર્ડ ના આગેવાનો અને લઘુમતી સમાજદ્વારા પ્રદેશ અધ્યક્ષનું ફૂલ હાર થીસ્વાગત કરવામાં આવ્યુહતું..ત્યાંથીજ એક ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. .જેમાં તાલુકા દીઠ ક્રમબદ્ધ બાઈક દવારા કોરોનાની ગાઇડલાઇન ને અનુસરીને વિશાળબાઈક રેલી નીકળી હતી.જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ કેસરિયો ધારણ કરીને જોડાયા હતા. રેલી આગળ સૂર્ય દરવાજા પહોંચતા ત્યાં રાજપુતસમાજ અને અન્ય ભાજપા નાકાર્યકરો દ્વારાપ્રદેશ અધ્યક્ષનું સ્વાગત કરવામાં આવ્યુ હતું..ત્યાંથી
રેલી સફેદ ટાવરે પહોંચી હતી.ત્યાં સ્થાનિકો અને ઉમેદવારો દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું .ત્યાંથી બ્રહ્મા કુમારી સેવાકેન્દ્ર પાસે અને નાગરિકબેંક પાસે ,અને માછીવાડ પાસે પણ ભવ્ય સ્વાગત કરવામા આવ્યું હતું. સ્વાગતબાદ સી.આર,પાટીલે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પ માળા અર્પણ કરી હરસિદ્ધિમાતા મંદિરે જઈ. માતાજી ના દર્શન કર્યાહતા. માતાજી ના આશીર્વાદ લઇ
એપીએમસી ખાતે.પહોચી જાહેર સભામા ઉપસ્થિત રહી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. જયા તેમનુસાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ સહિત ભાજપા ના આગેવાનોએ પ્રદેશ અધ્યક્ષનું ભવ્ય સ્વાગત કર્યુ હતું. આ પ્રસંગે મોટી સંખ્યા મા બુધ્ધિ જીવીઓ તથા અન્ય સમાજ ના લોકો. મોટી સંખ્યામા ભાજપા મા જોડાઇ જતા સિઆર પાટીલે તેમને ભાજપા નો ખેસ પહેરાવી ભાજપા મા પ્રવેશ કરાવી સૌને અભિનંદન પાઠવી ચૂંટણી ના કામ મા અને પ્રજા વિકાસ ના કામો મા લાગી જવા અનુરોધ કર્યો હતો.

રાજપીપળામાં.સીઆર પાટીલ ના સ્વાગત માટેસ્ટેશન રોડ પર આવતા તમામ મકાનો પરથી પુષ્પ વર્ષ પણ કરવામાં આવી હતી. સીઆર પાટીલની રેલી માટે ખાસ ખુલ્લી જીપ સજાવવામાં આવી હતી. આ જીપ ની પાછળ અને આગળ લગભગ 400 બાઈક રેલીનો કાફલો જોડાયો હતો.. તથા જિલ્લાના કાર્યકર્તાઓ આ રેલીમાં જોડાયા હતા. જોકે કોરોનાની મહામારી વચ્ચે સાવચેતીના તમામ નિયમોનું પાલન પણ કરાયુ હતું.

તસવીર: જ્યોતિ

જગતાપરાજપીપળા