મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાને આપી હાર, RT-PCR રિપોર્ટ આવ્યો નેગેટિવ
મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. CMનો RT-PCR ટેસ્ટ કરવામાં આવતાં રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હવે મુખ્યમંત્રી સાંજે મતદાન કરવા એર એબ્યુલન્સ મારફત રાજકોટ પહોંચશે અને અનિલ જ્ઞાન મંદિર સ્કૂલ મથકમાં મુખ્યમંત્રી મતદાન કરશે.