*પાક વીમાની પારાયણ ગુજરાતમાં ૩૦૦૦કરોડનો ખાનગી કંપનીઓને નફો*

વિધાનસભા ગૃહમાં છેલ્લા બે વર્ષમાં ખરીફ અને રવી પાકના વીમા પ્રીમિયમ અંગેના આંકડા સામે આવ્યા છે. વર્ષ 2018માં ખેડૂતોએ વીમા કંપનીને 396.53 કરોડ રૂપિયાનું પ્રીમિયમ ભર્યું હતું. જેની સામે રાજ્ય અને કેન્દ્ર સરકારે વર્ષ 2 હજાર 746 કરોડ રૂપિયા તરીકે પ્રીમિયમ સહાય કંપનીઓને ચૂકવી છે. તો વર્ષ 2019માં ખેડૂતોએ 466 કરોડ રૂપિયાનું પ્રીમિયમ ભર્યું અને રાજ્ય અને કેન્દ્ર સરકારે 3 હજાર 114 કરોડ પ્રીમિયમ સહાય ચૂકવી છે. સરકાર દ્વારા 7 અલગ અલગ વીમા કંપનીઓએ સિઝનવાર પ્રીમિયમની ચુકવણી કરવામાં આવી છે. જે અંગેનો રાજ્ય સરકારે લેખીતમાં જવાબ આપ્યો છે