ભગવાન કૃષ્ણના યુગમાં મનુષ્ય જંગલી પ્રાણીઓ, કુદરતી આફતો અને યંત્રોથી પરેશાન રહેતો હશે. જે કૃષ્ણકથામાં જોવા મળે છે.

માણસજાત દરેક સમયે અનેક આફતોથી ઘેરાયેલી રહેતી હશે. આ સમસ્યાઓ પ્રચલિત લોકસાહિત્ય અને કથાઓમાં જોવા મળે છે.
ભગવાન કૃષ્ણના યુગમાં મનુષ્ય જંગલી પ્રાણીઓ, કુદરતી આફતો અને યંત્રોથી પરેશાન રહેતો હશે. જે કૃષ્ણકથામાં જોવા મળે છે.
શકટાસૂર વાહન છે, કદાચ રમતા બાળકો સાથે કે માર્ગ અકસ્માત ને કારણે કૃષ્ણ પાસે તોડવામાં આવ્યું. બકાસુર બગલો છે. અરિષ્ટાસુર બળદ છે, કેશીદાનવ ઘોડો છે. અધાસુર અજગર છે. ધેનુકાસુર ગધેડો છે તો કુવલિયા હાથી છે. આ તમામનો વધ કૃષ્ણ પાસે કરાવ્યો છે. ભગવાન કૃષ્ણ મનુષ્યને પરેશાન કરતાં તત્વોનો નાશ કરીને લોકનાયક બનતા જાય છે. મનુષ્ય અવતારમાં શ્રીકૃષ્ણ આગને ગળી જાય છે તો નાગને પકડી તેની ફેણ પર નાચે છે. વરુણ દેવતાના માધ્યમથી ઇન્દ્રને હરાવી ગોવર્ધન પર્વત ઉંચકે છે. શંખચૂડ યક્ષને હરાવી મણિ લાવે છે. ગાયનું રક્ષણ, યમુના નદીના માધ્યમથી પાણીની વાત જેવી અસંખ્ય કથાઓ સમય સમય પર ઉમેરાતી ગઇ.
વિશ્વની તમામ પૌરાણિક કથાઓમાં ભૌગોલિક સ્થિતિ અને સંજોગો મુજબ અલગ લડાઈ લખવામાં આવી છે, ભગવાન કૃષ્ણના માધ્યમથી જે તે સમયની સમસ્યાના ઉલ્લેખ અને તેની સામે વીરતાપૂર્વક લડત આપીને સમસ્યાઓના નિરાકરણ કરવા અંગે માનવજાતને માર્ગદર્શન આપવામાં આવ્યું છે….Deval Shastri🌹