ઋત્વિક ઘટકની પહેલી ફિલ્મ નાગરિક 1952માં તૈયાર થઈ ગઇ હતી, પણ ફિલ્મ તેમના મૃત્યુ બાદ છેક 1978માં વિશ્વવ્યાપી રીલિઝ કરવામાં આવી હતી. આપણે વાત કરવી છે, તેમની એક ક્લાસિક ફિલ્મ ‘યુક્તિ, તર્ક અને ગલ્પ’ ,જે તેમની અંતિમ ફિલ્મ હતી. જે ઝેર પીવે એ નિલકંઠ, આ વિચારે ફિલ્મના હીરો ઋત્વિક ઘટક એટલે કે તેમણે જ આ રોલ કરતાં સ્વયંનું નામ નિલકંઠ અને તેમના પત્નીનું નામ દુર્ગા તેમજ પુત્રનું નામ સત્યા રાખેલું…સીત્તેરના દાયકામાં જમીનદાર અને ખેડૂત વિગ્રહ ટોપ પર હતો, તો નક્સલવાદ ફેશનની જેમ વિસ્તરી રહ્યો હતો. ફિલ્મનો હીરો પોલીસ અને નક્સલવાદ વચ્ચે ફસાયેલો છે, લડાઇમાં મૃત્યુ પામે છે. વાસ્તવિકતા સાથે એક મેસેજ આપ્યો છે. ફિલ્મમાં નક્સલવાદીને સમજાવતાં ઋત્વિક ઘટક કહે છે કે, “વર્તમાનનો અર્થ એટલે જે સમયમાં રહીએ છીએ એ નથી. વર્તમાન તો ખૂબ વિસ્તૃત છે. દૂરના ભવિષ્યને સમજ્યા વગર ક્યારેય વર્તમાનમાં જીવી ન શકાય. ભવિષ્યની પરિકલ્પના વગર ક્રાંતિના સ્વપ્ન જોવા એ મૂરખાઓની વાત છે. સમાજમાં તત્કાલ પરિવર્તન ઇચ્છતા લોકોએ ભવિષ્યનો અભ્યાસ કરવો જોઈએ, જો ભવિષ્ય સમજ્યા વગર આજે ક્રાંતિ કરીશું તો આવનારી પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે. તમે ગમે તે ઈચ્છો, ત્રાસવાદી બનો કે નક્સલવાદી બનો કે આપત્તિમાં ફસાઈ જાવ પણ માનવજાત તો એની રીતે સતત પ્રગતિ કરશે જ, તમારી અવિચારી ક્રાંતિ તમને પાછળ ના ધકેલી દે…” Deval Shastri🌹
Related Posts
*📌ભરૂચ: અંકલેશ્વરનાં પીરામણ ગામનાં અન્ડર બ્રિજમાં એસટી બસ ફસાઈ*
*📌ભરૂચ: અંકલેશ્વરનાં પીરામણ ગામનાં અન્ડર બ્રિજમાં એસટી બસ ફસાઈ* બસમાં ફસાયેલા મુસાફરોને પાલિકાનાં સભ્ય નિલેશ પટેલે રેસ્ક્યુ કર્યા …
શિવસેનાએ મસ્જિદોના લાઉડ સ્પીકરો પર પ્રતિબંધ મૂકવા કેન્દ્રને કરી અપીલ, કહ્યું-ધ્વનિ પ્રદૂષણનો નિયમ બધા માટે જરુરી
શિવસેનાએ દેશમાં મસ્જિદોમાં લાઉડ સ્પીકરો પર પ્રતિબંધ લગાવવા કેન્દ્ર સરકાર પાસે વટહુકમ લાવવાની માગણી કરી છે. શિવસેનાએ મુખપત્ર સામનામાં છપાયેલા…
આપણા દેશમાં પ્રાચીનકાળથી ચાલી આવતી ગુરુ પરંપરા.
*આજનો મોર્નિંગ મંત્ર* આપણા દેશમાં પ્રાચીનકાળથી ગુરુ પરંપરા ચાલી આવે છે. વર્તમાન સમયમાં અનેક ગુરુઓ ગુરુઘંટાલ સાબિત થઇને જેલમાં પુરાઇ…