રાજપીપળા નગરપાલિકાના નવા યુવા પ્રમુખ મુખ્ય બગીચાની મુલાકાત લઇ જરૂરી સવલતો ઉભી કરવા તાકીદ કરી.

બગીચામાં ઉભા રહેતા ખાણીપીણીની લારી-ગલ્લા માલિકોને સ્વચ્છતા સહિતની ખાસ કાળજી લેવા કડક સૂચના આપી.
જ્યાં રાત્રે અંધારું જણાતું હતું ત્યાં તાત્કાલિક લાઇટ લગાવવા પણ સૂચના આપી.
રાજપીપળા,તા.24
રાજપીપળા નગરપાલિકાના નવા વરાયેલા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે તાજેતરમાં જ પ્રમુખનો ચાર્જ સંભાળ્યો છે.ચાર્જ લેતા જ શહેરમાં કયા કેવી સમસ્યા છે.તે બાબતે ની માહિતી જાતે વિઝીટ કરી હતી. જેમાં રાજપીપળાના એકમાત્ર મુખ્ય બગીચામાં પણ વિઝીટ કરતા ત્યાં ઉભેલી તમામ ખાણીપીણીની લારી ચલાવતા વેપારીઓને સ્વચ્છતા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા કડક સૂચના આપી હતી.ત્યારબાદ બગીચામાં જ્યાં જ્યાં લાઈટો ન હોય અને અંધારું જણાતું હતું ત્યાં તાત્કાલિક પોલ ઉભા કરી લાઈટો લગાડવા પાલિકાના લાઈટ વિભાગને તાકીદ કરી હતી.જેના કારણે અંધારામાં કોઇપણ અનિચ્છનીય ઘટના ન બને અને રાત્રે વોકિંગ માટે આવતા સિનિયર સિટીઝનોને પણ અગવડ ન રહે દરેક બાબતે કાળજી લેનારા યુવા પ્રમુખનો ત્યાં નિયમિત આવતા લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો.આ બાબતે કુલદીપસિંહ જણાવ્યું હતું કે મારા કાર્યકાળ દરમિયાન નગરજનો માટે જેટલું થઈ શકે તે કરવા ઈચ્છું છું લોકોએ મારા પર વિશ્વાસ મુક્યો છે તે માટે બને તેટલા લોકો ના વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરીશ.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા