રિયાસતી રાજવી નગર રાજપીપળાના ઐતિહાસિક ઇમારતોનીદુર્દશા

રાજપીપળામાં વર્લ્ડ હેરિટેજ ડે ( વિશ્વ સ્થાપત્ય દિવસ).
રિયાસતી રાજવી નગર રાજપીપળાના ઐતિહાસિક ઇમારતોનીદુર્દશા

જાળવણી પ્રત્યે વહીવટી તંત્રની ઉદાસીનતા થી રાજવી પરિવાર ખિન્ન .

ભૂંસાતા જતા રાજપીપળાના રાજવી ઇમારતોને પુનઃજીવંન કરવાની માંગ.

રાજપીપળાના ઐતિહાસિક ઇમારતો લાલ ટાવર, વિક્ટોરિયા ગેટ, વિજય પેલેસ, વિજય ચોક ની દુર્દશા

રાજપીપળા,તા.18

આજે 18 એપ્રિલ વર્લ્ડ હેરિટેજ ડે (વિશ્વ સ્થાપત્ય દિવસ)મનાવાય છે. રાજપીપળા વાસીઓ માટે આ દિવસનું વિશેષ મહત્વ છે. કારણ કે રિયાસતી રાજવી નગર રાજપીપળાની એક ઐતિહાસિક ઇમારતોની કલાત્મક વિરાસત અને તેનો ગૌરવવંતો રાજવી ઇતિહાસ માટે રાજપીપળા ગૌરવ અનુભવે છે. જો કે એક વખતના રીયાસતી રાજવીનગર રાજપીપલા સ્ટેટ સરકાર હસ્તક ગયા પછી રાજપીપળાની આન બાન અને શાન ગણાતા રાજપીપળાના હાર્દિક ઈમારતોની જાળવણી જરૂર બનતા રાજપીપળા નગરપાલિકા એ ઐતિહાસિક ઇમારતોની ગરીમાને અકબંધ રાખવા લાખોના ખર્ચે જર્જરીત અને અખંડિતતા ઇમારતોનું રીનોવેશન કરી નવા રંગરૂપ આપ્યા આપણને તેનો મૂળ કલર બદલી નાખી તેનો મૂળ સ્વરૂપ બદલી નાખતા કરોડોની મિલકત ધરાવતા એક ઐતિહાસિક વિરાસતની ગરિમા ન જાળવતા અને તેનું જતન ન થતા આજે રાજવી પરિવાર ખિન્ન છે.
હેરિટેજ દિવસ પ્રસંગે રાજવી પરિવારના યુવરાજ માનવેન્દ્રસિંહ તથા મહારાજા રઘુવીરસિંહજી એ પોતાની રિયસતી સ્મારકો,ઇમારતોની ઘણી વખત થી જાળવણી થતી ન હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ખેદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમારા વશજો રાજા-મહારાજાઓ એ લાખો કરોડોના ખર્ચે ઐતિહાસીક ઇમારતો બનાવી હતી. જે સરકારને સુપ્રત કરી દીધા પછી તેની જાળવણી કરવાનું તંત્ર લગભગ વિસરી ગઈ હતી. રાજપીપળાની ઐતિહાસિક ઇમારતો નષ્ટ થઈ રહી છે.રાજપીપળાની જી.બી.ટી.સી કોલેજ તરીકે જાણીતી ઐતિહાસિક ઇમારત છત્ર વિલાસ પેલેસની ઈમારત ધરાસાઈ થઈ ગઈ.આ ઈમારતને સરકારે મ્યુઝિયમ તરીકે ચાલુ રાખવી જોઈતી હતી.આ ઇમારતોની સાથે તેનો ઈતિહાસ પણ આજે ભૂલી જવા પામ્યો છે.જ્યારે સ્ટીવન્સ ટાવર તરીકે જાણીતો બનેલો લાલ ટાવર પાસે વારંવાર ખોદકામ કરીને પાયાને નુકસાન કરાયું છે.આજે પણ ટાવરની ઘડિયાળો ઘણા વર્ષથી બંધ પડી છે.સ્ટેટ બેન્ક સામે કન્યાશાળાની ઐતિહાસિક ઇમારત ની હરાજી કરીને જેને તોડી પાડવામાં આવતા આ ઐતિહાસિક ઇમારત ભૂતકાળ બની ગઈ છે. ઇમારતોનો મૂળ કલર તંત્રએ બદલી નાખ્યો તેની સામે પણ નારાજગી વ્યક્ત કરી છે.યુવરાજે રાજા રજવાડા વખતની સુંદર કલાત્મક આલીશાન મહેલ આજે દુર્દશા જોઇને ચિંતા અને ખેદ વ્યક્ત કર્યો છે. કરોડોની સંપત્તિ ધરાવતા વડીયા પેલેસના કીમતી ઇટાલિયન માર્બલ તૂટી જતાં સિમેન્ટના લપેડા મારી દેવાયા છે. સરકારી, હાઈસ્કૂલ, લાલ દરવાજા, વિક્ટોરિયા ગેટ,સૂર્ય દરવાજા ઈમારતોની જાળવણી થઈ નથી .આ ઈમારતની જાળવણી થતી નથી, આ ઇમારતો ઉપર જાહેરાત આ ના પોસ્ટરો ચોંટાડી ઇમારતોની સુંદરતા નષ્ટ કરી રહ્યા છે.બંને ગેટનો મૂળ લાલ રંગ બદલીને ગુલાબી કરી દેવાયો છે.આવા રંગોને એક ઐતિહાસિક ઇમારતોની અસલી ઓળખ ગુમાવી દીધી છે.હરસિદ્ધિ માતાના તળાવનું બાંધકામ અટકી ગયા પછી રાજવી મહત્વની ગાદી બેઠક ની જાળવણી રાખવાની તેમજ તેનું જતન કરવાની માંગ કરી હતી.
તો બીજી તરફ રાજપીપળાની આન બાન અને શાન ગણાતા રાજા વિજયસિંહજીની પ્રતિમાનો કાળાઘોડા તરીકે આજે પણ ઉલ્લેખ થાય છે. રાજવી પરિવારે તેનું વિજય ચોક તરીકે નામભીમાન કર્યું હોવા છતાં કાલા ઘોડા તરીકે લોકો ઉલ્લેખ કરે છે તેનાથી પણ રાજવી પરિવાર આજે છે.વિજય ચોક નું સર્કલ તૂટ્યાને એક વર્ષ થયું પણ નગર પાલિકાએ તેનું સમારકામ કર્યું નથી તેનાથી આમ જનતા મા નારાજગી છે.
વળી જે રાજમાર્ગ પર રાજવી મહેલ તો આવેલી છે.તે રોડને સરકારી હેરિટેજ રોડ જાહેર કર્યો હતો પરંતુ તેની ક્યાંય આમન્યા જળવાતી નથી. તંત્રને એ અંગેનું બોર્ડ પણ મુકવાની તસ્દી લીધી નથી
આજે રાજપીપળાનો રાજવંત (વિજય પેલેસ) 100 વર્ષ વટાવી ચૂક્યો છે. અહીં ગુજરાતી, હિન્દી, ભોજપુરી ફિલ્મોની શૂટિંગ ચાલતું હોય તથા રાજવી પેલેસ મ્યુઝિયમમાં મુકાયેલા એન્ટીક પીસ, સેકન્ડ વર્લ્ડ વોર વખત મહારાજાને આપેલ ભેટમાં આપેલી કિંમતી તોપો પણ આજે હેરિટેજ દિવસ પ્રવાસીઓ માટે લોક આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા . યુવરાજે જણાવ્યું હતું કે રાજવી ઈમારતોની જાળવણી થવી જોઇએ અને તેની ગરિમા જાળવવી જોઈએ.
રાજપીપળાના યુવરાજે ખેદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે રાજપીપળાની સ્થાપના કઈ તારીખે થઈ હતી.તેની જાણકારી કોઈની પાસે નથી
રાજપીપળાના રાજવી પરિવારે બનાવેલ છત્ર વિલાસ પેલેસ હવે ભૂતકાળ બની ગયો છે.
છત્ર વિલાસ પેલેસની ડિઝાઇન લંડનના બંકીમહામ પેલેસની પ્રતિકૃતિ સમાન બનાવાઈ હતી.
રાજપીપળાના રાજવી પરિવારે બનાવેલ છત્ર વિલાસ પેલેસ હવે ભૂતકાળ બની ગયો છે. ગુજરાતના ભૂકંપ અને જેને હલાવી નહોતો શક્યો તે છત્ર વિલાસ પેલેસને રાજવી પરિવારના વિરોધ છતાં તોડી પાડ્યો અને ત્યાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સરકારી ભવન બનાવી દેતા હવે આ પેલેસ એક ભવ્ય ભૂતકાળ બની ગયો છે.વર્ષો પહેલાં અહીં જીબીટીસી, ડીબી એડ કોલેજ હતી આ પેલેસ જર્જરિત થઈ ગયો હોય તેનો કાટમાળ ઉતારવા માટે જાહેર હરાજી કરાઇ હતી. રાજવી પરિવારે તેને પરત સોંપવાની માગણી કરી હતી. અને તેને ઐતિહાસીક એ ઇમારત મ્યુઝિયમમાં બનાવવાની માંગ પણ કરી હતી પ્રજાનો વિરોધ પણ સરકારે માન્યો નહીં અને તેને જમીનદોસ્ત કરી દેતાં આ પેલેસ હવે ભવ્ય ભૂતકાળ બની ગયો છે.
જોકે તેનો ભવ્ય ભૂતકાળ હવે વાગોળવા સિવાય બીજું કશું કરી શકાય તેમ નથી

રાજવી મહારાજ છત્રસિંહ ગંભીરસિંહ ગોહિલે પોતાના શાસનકાળમાં 1899 માં દિવાના ખાનબહાદુર ઘનજીશાએદલજી અને કાર્યપાલક ઇજનેર ભગવાનદાસ દલાલના નેજા હેઠળ પેલેસનું બાંધકામ કરાયું હતું. જોકે છત્ર વિલાસ પેલેસની ડિઝાઇન લંડનના બંકીમહામે પેલેસ ની પ્રતિકૃતિ સમાન બનાવી હતી.આ મહેલમાં મુંબઈના પ્રખ્યાત ચિત્રકાર સાબુકીએ મહેલના ચિત્રો, રાજા મહારાજાના શિકાર કરતા ચિત્રો દોરેલા હતા આ ચિત્રો હવે ભૂતકાળ બની ગયો છે.મહેલમાં બેનમુન ભીતચિત્રો હતાં, બેલ્જીયમ ગ્લાસ પર કલાત્મક કોતરણી કરેલી હતી. પરંતુ સરકારી અમલદારોને મહેલની દીવાલો પર હથોડા મારી તોડી પાડતા આ પેલેસ હવે ભવ્ય ભૂતકાળ બની ગયો છે

રાજપીપળા નગરપાલિકા દ્વારા ઈતિહાસીક ઇમારતો માટે 93.56લાખ રૂ. ફાળવ્યાહતા
જેમાં ઈતિહાસીક ઈમારતોની જાળવણી અને તેના સમારકામ માટે 93.56 લાખ રૂ. ફાળવ્યા હતા .જેમાં લાલ ટાવરની બંધ ઘડિયાળના રીપેરીંગ માટે 10 લાખ ફાળવ્યા હતા .તો વિજય ચોક સર્કલનો રીનોવેશન માટે 45.61 લાખ ફાળવ્યા હતા . તો ભીલ રાજાના સર્કલના રીનોવેશન માટે 28.68 લાખ ફાળવ્યા હતા .તો રાણી વિક્ટોરિયા ગેટના રીનોવેશન માટે 45.61 લાખ ફાળવ્યા હતા .જ્યારે સૂર્ય દરવાજાના સમારકામ માટે 4.28 લાખ ફાળવ્યા હતા કુલ મળીને 93.56 લાખ રકમની ડુડા દ્વારા મંજૂરી મળી હતી તેમાંથી જે રીતે રિનોવેશન થયું એનાથી જનતા ખુશ નથી આજે પણ આ ઇમારતોની યોગ્ય જાળવણી થઈ નથી.રાજપીપલા નો કરજણ ઓવારો વર્ષોથી ખંડિત છે એના તરફ તંત્રની ઉદાસીનતા જોવા મળી છે તેનું પણ સમારકામ સમારકામ હાથ ધરાય એવી માંગ ઉઠી છે. ત્યારે આજના હેરિટેજ દિવસે આ કામ જ ઝડપથી હાથ ધરાઇ અને ઐતિહાસિક ઇમારતોની જાળવણી થાય તેવું પ્રજા પણ ઇચ્છે છે.

તસવીર
: જ્યોતિ જગતાપ, રાજપીપળા