રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં દંપતિ પતિ પત્ની સાથે ચૂંટણી લડવાના કિસ્સા.

રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં દંપતિ પતિ પત્ની સાથે ચૂંટણી લડવાના કિસ્સા.
કોંગ્રેસ અને અપક્ષ માથી ઉમેદવારી

રાજપીપળા, તા 18
રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે કુલ ૭ વોર્ડ ના ૨૮ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે .જેમાં 115 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે .તે પૈકી ત્રણ દંપતિ (પતિ પત્ની) સાથે ચૂંટણી લડી રહ્યા છે .જેમાં વોર્ડ નંબર ત્રણ(03)માંથી કવિતાબેન સંજયભાઈ માછીએ અપક્ષ ઉમેદવારી કરી છે. જ્યારે તેમના પતિ સંજયભાઈ ગોવિંદભાઈ માછી
એ વોર્ડ સાતમાંથી અપક્ષ ઉમેદવારી કરીછે. આમબંને જુદા જુદા વોર્ડમાંથી પતિ-પત્ની ચૂંટણીઅપક્ષ તરીકે લડી રહ્યા છે. જેમાં કવિતાબેન માછી પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે.
એ ઉપરાંત પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ પ્રમુખ રહી ચુકેલા ભરતભાઈ માધુભાઈ વસાવા પોતે આ વખતે વોર્ડ નંબર ત્રણ (3)માંથી અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છે.તો તેમના ધર્મપત્ની ભારતીબેન ભરતભાઈ વસાવા વોર્ડનંબર 7 માંથી કોંગ્રેસ પક્ષમાથી ચૂંટણી લડી રહ્યા છે .આમ પતિ અપક્ષ અને પત્ની કોંગ્રેસ મા થી અલગ અલગ રીતે ચૂંટણી લડી રહ્યા છે.

જ્યારે વોર્ડનંબર 7 માંથી પૂર્વ કોર્પોરેટર રહી ચૂકેલા પતિ પત્ની નીલેશકુમાર અટોદરિયા અને મીનાક્ષીબેન અટોદરિયા આ વખતે વોર્ડનંબર 7 માંથી પતિપત્ની સાથે અપક્ષ ઉમેદવારી કરી ચૂંટણી લડી રહ્યા છે .આમ પતિ-પત્ની સાથે ચૂંટણી લડવાના કિસ્સાઓ પણ નગરપાલિકામાં જોવા મળી રહ્યા છે.આ દંપતી અગાઉ કોર્પોરેટ રહી ચૂક્યા છે. ત્યારે હવે એ જોવું રહ્યુંકે બંને પતિ પત્ની સાથે ચૂંટાય છે કે નહીં એ તો સમય જ બતાવશે

તસવીર: જ્યોતિ જગતાપ,રાજપીપળા