નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે ભાજપ પાર્ટી ની ચૂંટણી બેઠક યોજાઇ.
સ્થાનિક સ્વની ચૂંટણીમાં વ્યૂહરચના ગોઠવવા ચૂંટણીલક્ષીને અગત્યની બેઠકોનો દોર શરૂ.
કોંગ્રેસ બીટીપીના કાર્યકરોને ભાજપમાં જોડાયા.
રાજપીપળા,તા.18
નર્મદા જિલ્લાના દેડિયાપાડાની ઈનરેકા સંસ્થા ખાતે દેડીયાપાડા તાલુકા અને જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતાડવા માટે જિલ્લા તથા તાલુકાના આગેવાનો સહિત મંડળના પ્રમુખ / મહામંત્રી,પેજ કમિટીના સભ્યો,પાર્ટીના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વ્યૂહરચના ગોઠવવામાં માટે ચૂંટણીલક્ષી અગત્યની બેઠક યોજવામાં આવી હતી.
ભાજપ પાર્ટી ની મળેલી મહત્વની બેઠકમાં સાંસદ મનસુખ વસાવાએ કોંગ્રેસ અને બીટીપીનો સાથ છોડી આવેલા કાર્યકર્તાઓને વિધિવતસર ભાજપમાં પ્રવેશ આપી ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. આ બેઠક પ્રસંગે માજી વન ત્મોતીભાઈ વસાવા, ભાજપ તાલુકા પ્રમુખ માનસિંહભાઈ વસાવા,ભાજપ તાલુકા મંત્રી ધર્મેન્દ્રભાઈ વસાવા તથા મનસુખભાઈ વસાવા, જિલ્લા ઉપપ્રમુખ રણજીતભાઈ ટેલર, જાનકી આશ્રમના સંચાલક સોનજીભાઈ વસાવા તથા જિલ્લા પંચાયતના પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા