પ્રોહીબીશનના ગુનામા સંડોવાયેલ રાજપીપળા નો આરોપી પાસામાં ધકેલાયો.

પ્રોહીબીશનના ગુનામા સંડોવાયેલ રાજપીપળા નો આરોપી પાસામાં ધકેલાયો.

એલ.સી.બી.પોલીસે આરોપીનેપાલનપુર જીલ્લા જેલ ખાતે મોકલી આપ્યો

રાજપીપળા, તા 18

નર્મદા જિલ્લા મા પ્રોહીબીશનના ગુનામા સંડોવાયેલ રાજપીપળા નાઆરોપીને પાસા હેઠળ અટકાયત કરી
એલ.સી.બી.પોલીસે આરોપીને પાલનપુર જીલ્લા જેલ ખાતે મોકલી આપ્યોછે.
જેમા એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.એ
જીલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમો ઉપર અંકુશમાં
લાવવા રાજપીપલા તથા ડેડીયાપાડા પો.સ્ટે. વિસ્તારમાં ગુનામા
વિદેશી દારૂની હેરફેર તેમજ વેચાણ કરવાના ઇરાદે પકડાયેલ આરોપી ફીરોઝ ઉર્ફે ભંગારીલાલમહંમદ ઘોરી (રહે. સીંધીવાડ રાજપીપલા તા.નાંદોદ જી.નર્મદા) પ્રવૃતિને ડામવા સારૂ
એલ.સી.બી.પોલીસ દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ નર્મદાને
મોકલતા સામાવાળા વિરૂધ્ધના ગુનાઓને ધ્યાને રાખી જીલ્લા મેજીસ્ટ્રેટ નર્મદાએ પાસા
હેઠળ અટક કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલવા સારૂ હુકમ કરતા સામાવાળા ફીરોઝ ઉર્ફે
ભંગારી લાલમહંમદ ઘોરી( રહે. સીંધીવાડ રાજપીપલા તા.નાંદોદ જી.નર્મદા)ને એલ.સી.બી. પોલીસ
સ્ટાફ દ્વારા પાસા હેઠળ અટક કરી પોલીસ જાપ્તા સાથે પાલનપુર જીલ્લા જેલ ખાતે મોકલી
આપવામાં આવેલ.

તસવીર: જ્યોતિ જગતાપ,રાજપીપળા