લક્ઝરી ફોરવીલરચોરી કરતી આંતરરાજ્ય ગેંગના આરોપીને પકડી પાડતી મોડાસા ટાઉન પોલીસ
પોલીસ મહાનીરીક્ષક,અભય ચુડાસમા તથા પોલીસ અધિક્ષક,સંજય ખરાત ની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક, ભરત બસીયા દ્વારા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના મીલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ આરોપીઓને પકડી પાડવા આપેલ સુચનાઓ અને માર્ગદર્શન અન્વયે સી.પી.વાઘેલા પોલીસ ઇન્સ્પેક્ટર મોડાસા ટાઉન મીલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ આરોપીઓને પકડી પાડવા સારૂ પ્રયત્નશીલ હતા દરમ્યાન તા.
૧ર/૧૦/૨૦૨૦ ના રોજ કલ્પતરૂ સોસાયટી મોડાસા ખાતેથી સફેદ કલરની ટોયટો ફોર્ચ્યુનર ગાડી નંબર GJ.18.BJ 9898 ની જેની કી.રૂ.૨૫,૦૦,૦૦૦ ની ચોરી થયેલ તેની ફરીયાદ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલહતી સદર ગુન્હાની તપાસ દરમ્યાન ફોર્ચ્યુનર ગાડી ભરતપુર રાજસ્થાન ખાતેથી મળી આવેલ અને સ્વીફટ ગાડી નં GJ.27.4964 નો ચાલક તેમજ અન્ય સહ આરોપીઓ મળીને ફોર્ચ્યુનર ગાડી ચોરેલ હોવાની જણાય આવેલ જે અન્વયે સી.પી.વાઘેલા પોલીસ ઇન્સ્પેકટર મોડાસા ટાઉન નાઓ તેમના સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન બાતમી મળેલ કે ઉપરોક્ત ગુન્હાનો આરોપી સ્વીફટ ગાડી નં GJ.27. 4964 ની લઇ ને મોડાસા ચાર રસ્તા ખાતેથી પસાર થઇ રાજસ્થાન તરફ જવાનો છે જે, બાતમી આધારે નાકાબંધી કરી સ્વીફટ ગાડી GJ.27.4964 ના ચાલક સંજયભાઇ વિનોદસિંહ ભદોરીયા ઉ.વ-૪૦ રહે. ૧૯૫/૩૬, નવલખો બંગલો, બાપુનગર, અમદાવાદ ને પકડેલ અને બીજા આરોપીઓ સાથે મળીને ઉત્તરપ્રદેશ તેમજ મધ્યપ્રદેશ તેમજ ગુજરાત ખાતે ફોર્ચર્નર ગાડીઓની ચોરી કરતા હોવાની કબુલાત કરેલ હતી. તેમજ ઉપરોક્ત ગુન્હામાં વાપરેલ સ્વીફટ ગાડી કિ.રૂ.૩,૦૦,૦૦૦ ની તપાસ અર્થે કબજે લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.
ઝડપાયેલ આરોપી
(૧) સંજયભાઇ વિનોદસિંહ ભદોરીયા ઉ.વ. ૪૦,રહે.૧૯૫/૩૬, નવલખો બંગલો, બાપુનગર, અમદાવાદ.
નાસતા ફરતા આરોપીઓ
(૧) પ્રવિણસિંહ અજયપાલ ભદોરીયા રહે. ઉમરેઠા, તા.જી.આગ્રા ( ઉત્તરપ્રદેશ ) હાલ. રહે.ઘોલે કા મંદિર નજીક, ગ્વાલીયર
(ર) કોલું પુરૂ નામ સરનામુ જણાય આવેલ નથી. (3) અન્ય એક ઇસમ પુરૂ નામ સરનામુ જણાય આવેલ નથી.
ભરત ડી ઝાલા
સન ટુડે ન્યુઝ અમદાવાદ