ગુજરાત સરકાર માન્ય ગ્રાહક સુરક્ષા મંડળ દાંતા સંચાલીત ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર ની નવીન શાખા નું યાત્રાધામ અંબાજી ખાતે પ્રારંભ થયો.
ગુજરાત સરકાર માન્ય ગ્રાહક સુરક્ષા મંડળ દાંતા સંચાલીત ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર ની નવીન શાખા નું યાત્રાધામ અંબાજી ખાતે પ્રારંભ આજે 11.15 કલાકે અંબાજી ગ્રામ પંચાયત કોમ્પ્લેક્સ માં ઉપલા માળે કરવામાં આવેલ છે.
દાંતા ખાતે છેલ્લા 10 વર્ષ કરતા વધુ વર્ષો થી કાર્યરત એવી ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર દ્વારા યાત્રાધામ અંબાજી ખાતે સરકાર ના વિવિધ એકમો સાથે ગ્રાહક જાગૃતિ અને સલાહ ના કાર્યક્રમો અવાર નવાર આયોજિત કરવામાં આવે છે. નાણાકીય વ્યવહાર દ્વારા ખરીદાયેલ ચીજ વસ્તુ કે સેવા ની ગુણવત્તા અને વળતર મેળવવો એ ગ્રાહક નો હક્ક છે. ગ્રાહકો ના આ હક્ક ની રક્ષા અને અંગે સરકારશ્રી દ્વારા ગ્રાહક સુરક્ષા અને તે અંગે ની સલાહ સુચન અંગે ગ્રાહક સુરક્ષા મંડળો ની રચના કરવામાં આવેલ છે. ગ્રાહક ને પોતાના ખર્ચેલા નાણાં ના અવેજ માં જો ચીજ વસ્તુ કે સેવા ક્ષતિપૂર્ણ હોય તો ગ્રાહક આ અંગે ફરિયાદ કરી શકે છે.
અંબાજી ખાતે ગ્રાહક મંડળ ની નવીન શાખા ના શુભારંભ માં ગ્રાહક સુરક્ષા મંડળ દાંતા ના પ્રમુખ શ્રી વિપુલભાઈ ગુર્જર સહિત અંબાજી ગામના વિવિધ ક્ષેત્ર ના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.