આદિવાસીઓના મુખ્યમંત્રી કે રાજ્યપાલ બનાવી દેવાથી આદિવાસીઓના પ્રશ્નોનો ઉકેલ આવવાનો નથી-મનસુખભાઇ વસાવા

ગુજરાતમાં આદિવાસી સમાજનો વ્યક્તિ જ ગુજરાતનો મુખ્યમંત્રી બનવો જોઈએ,બીટીપી પ્રમુખ છોટુભાઈ વસાવાના નિવેદન સામે સાંસદ મનસુખભાઇ વસાવાની ટકોર


આદિવાસીઓના મુખ્યમંત્રી કે રાજ્યપાલ બનાવી દેવાથી આદિવાસીઓના પ્રશ્નોનો ઉકેલ આવવાનો નથી-મનસુખભાઇ વસાવા

આદિવાસીઓ સંગઠીત નથી, છિન્નભિન્ન છે.અંદરોઅંદર એકબીજાને નીચા પાડવામાં બધી તાકત લગાડી રહ્યા છે,


ગુજરાત સરકારે કાયદો બનાવી ખોટા પ્રમાણપત્રો રદ કરવાની કમિટી બનાવી છે, પરંતુ આ કાર્ય ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે


ગુજરાત સરકારની ગુજરાત પેટર્ન, વન બંધુ કલ્યાણ યોજનાના ડી.એસ.એફ. માં કરોડો રૂપિયા ખોટી રીતે એન.જી.ઓ. વાપરી નાખે છે.

નાણાં આદિવાસીઓના યોગ્ય વિકાસમાં નથી વપરાતા.

રાજપીપલા, તા 9

ગુજરાતમાં આદિવાસી સમાજનો વ્યક્તિ જ ગુજરાતનો મુખ્યમંત્રી બનવો જોઈએ,બીટીપી પ્રમુખ છોટુભાઈ વસાવાના આ નિવેદન સામે સાંસદ મનસુખભાઇ વસાવાએ ટકોરકરી પોતાની પ્રતિક્રિયા આપી છે કે આદિવાસીઓના મુખ્યમંત્રી કે રાજ્યપાલ બનાવી દેવાથી આદિવાસીઓના પ્રશ્નોનો ઉકેલ આવવાનો નથીએમ સાંસદ મનસુખભાઇ વસાવાએ જણાવ્યું હતું. તેમણે આદિવાસીઓ સંગઠીત નથી, છિન્નભિન્ન છે.અંદરોઅંદર એકબીજાને નીચા પાડવામાં બધી તાકત લગાડી રહ્યા હોવાનો અફસોસ પણ વ્યક્ત કર્યો હતો.

તાજેતર મા તા ૦૬-૦૭-૨૦૨૧ ના રોજ ભારતીય ટ્રાયબલ પાર્ટીના પ્રમુખ છોટુભાઈ વસાવા, ધારાસભ્ય મહેશભાઈ વસાવા, કોંગ્રેસ અગ્રણી ડો. અનિલભાઇ જોશીઆરા, ધારાસભ્ય અંનતભાઈ પટેલ, પૂર્વ. સાંસદ પ્રભાબેન તાવીયાડ વગેરે આગેવાનોની અધ્યક્ષતામાં સર્કિટ હાઉસ, ગાંધીનગર ખાતે બેઠક મળી હતી.

તેમાં આગામી વર્ષ ૨૦૨૨ માં ગુજરાતમાં આદિવાસી સમાજનો વ્યક્તિ જ ગુજરાતનો મુખ્યમંત્રી બનવો જોઈએ, તે બાબતે ચર્ચા થઈહતી.આ બાબતે સાંસદ મનસુખ વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે તેઓના આ વિચાર સાથે હું સહમત છું. પરંતુ તેઓને હું જણાવવા માગું છું કે આદિવાસી સમાજનો વ્યક્તિ મુખ્યમંત્રી કે પછી સ્પીકર કે પછી રાજ્યપાલ કે પછી ટ્રાયબલ આયોગના ડાયરેક્ટર બની જવાથી આદિવાસી સમાજની જે સમસ્યાઓ છે, જે પ્રશ્નો છે તેનો ઉકેલ આવી જશે, તેવું માની લેવાની જરૂર નથી? આદિવાસી સમાજના ઝડપી વિકાસ માટે તથા વિવિધ સમસ્યાઓના ઉકેલ માટે પણ ગુજરાતના આદિવાસીઓએ એક વિચાર, એક જ ધ્યેય સાથે સંગઠિત થઈ એક મંચ પર આવવું પડે, પક્ષાપક્ષીથી ઉપર ઉઠી એક થઈ સરકારમાં યોગ્ય રજૂઆત કરવી જોઈએ.

થોડા દિવસો પહેલા ગાંધીનગરમાં રબારી,ભરવાડ, ચારણ તથા અન્ય બિન-આદિવાસી સમાજએ આદિવાસીઓના નામના ખોટા પ્રમાણપત્રો મેળવી હજારોની સંખ્યામાં સરકારી નોકરીઓ કરે છે તથા વિવિધ લાભો ખોટી રીતે મેળવે છે, તેના માટે ગુજરાત સરકારે કાયદો બનાવ્યો છે અને ખોટા પ્રમાણપત્રો રદ કરવાની કમિટી પણ બનાવી છે, પરંતુ આ કાર્ય ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે અને તેમાં કેટલાક સાચા આદિવાસીઓને હેરાન થવું પડી રહ્યું છે. તેના ઝડપી અમલ માટે તથા આદિવાસીઓના હક્ક માટે ગુજરાત રાજ્યના આદિજાતિ કલ્યાણ મંત્રી ગણપતભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને સચિવાલયના એક કમિટી હોલમાં મીટીંગ રાખવામાં આવી હતી. જેમાં ધારાસભ્યો , સાંસદો આદિવાસી સમાજના આગેવાનોએ મિટિંગમાં હાજરી આપી હતી. પરંતુ મિટિંગમાં ગણ્યા-ગાંઠ્યા આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા અને જે અપેક્ષિત હતા, તેઓએ પણ RBC ના મુખ્ય મુદ્દાને સાઈડમાં મૂકીને પોતપોતાના તાલુકા તથા જિલ્લાના પ્રશ્નોની ચર્ચા કરવા લાગ્યા હતા, મુખ્ય પ્રશ્નોને સાઈડમાં મૂકી દીધો હતા, ત્યારે મારે ટકોર કરવી પડી કે બધા જ મુદ્દાઓ તમારા સાચા છે, પરંતુ મુખ્ય RBC મુદ્દાઓની ચર્ચા આપણે કરવી જોઈએ, તે થતી નથી. આમ ખરેખર આદિવાસીઓ સંગઠીત નથી, છિન્નભિન્ન છે અંદરોઅંદર એકબીજાને નીચા પાડવામાં બધી તાકત લગાડી રહ્યા છે, ખરેખર તો આદિવાસી સમાજએ આવનારા દિવસોમાં RBC ના મુદ્દાઓ, આદિવાસી ખેડૂતોને સિંચાઇની સુવિધા માટે, આદિવાસી યુવાનોને રોજગાર, ધંધા તથા નોકરી સરળતાથી મળી રહે તથા ગુજરાત સરકારની ગુજરાત પેટર્ન, વન બંધુ કલ્યાણ યોજનાના ડી.એસ.એફ. માં કરોડો રૂપિયા ખોટી રીતે એન.જી.ઓ. વાપરી નાખે છે, આદિવાસીઓના યોગ્ય વિકાસમાં નથી વપરાતા, સાચા અર્થમાં આદિવાસીઓના વિકાસ માટે આ સરકાર કરોડો રૂપિયા આપે છે, તેના માટે સાથે બેસીને ચર્ચા વિચારણા કરવી જોઈએ અને આદિવાસીઓના પ્રશ્નો ઉકેલવાની દિશામાં દરેકે દરેક માનસિકતા કેળવવી જોઈએ અને ફક્તને ફક્ત કોઈ આદિવાસીઓના મુખ્યમંત્રી કે રાજ્યપાલ બનાવી દેવાથી આદિવાસીઓના પ્રશ્નોનો ઉકેલ આવવાનો નથી?

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા