પેગોંગ લેક પર ચીન સાથે સમજૂતી થઈ, બંને દેશ તેમની સેના પરત બોલાવશે: સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ
કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે રાજ્યસભામાં ભારત-ચીન વિવાદ અંગે નિવેદન આપ્યું હતું. રાજનાથસિંહે જાહેરાત કરી છે કે, “પંગોંગ લેક નજીકના વિવાદ અંગે ભારત અને ચીન વચ્ચે સમજૂતી થઈ ગઈ છે. બંને દેશ તેમની સેના પાછી બોલાવશે. પેંગોંગની ફિંગર 8 બાદના વિસ્તારમાં જ ચીન તેની સેના રાખશે.”