ગુજરાત ૧૭/ ૦૩ / ૨૦૨૦
– [ ] ગુજરાત વિધાનસભા ગુજરાત સહકારી મંડળીઓ ના અધિનિયમ-1961-62ની કલમ 74સી મા ફેરફારો કરી નિઁદીષ્ટ મંડળી ઓને પ્રાયમરી (પ્રાથમિક)મંડળી માં સમાવેશ કરી દક્ષિણ ગુજરાતના જીવાદોરી સમાન ખાંડ ઉધોઁગ ના લાખ્ખો ખેડૂતો (સભાસદો)ને સરકાર ના આ નિર્ણય થી વિરોધ નો સુર ઉઠ્યો છે.
– [ ] બંધારણીય જોગવાઇ ની વિપરિત જઈને સરકાર શ્રી દ્વારા જે સંસ્થા ઓમાં છેલ્લા ચાલીસ પચાસ વષઁ થી સહકારી ક્ષેત્રે લોકશાહી ઢબે નિદિઁષ્ટ મંડળી ઓ હેઠળ ફૂલીફાલી સધ્ધર બની હોવા છતા કોઈ પણ સુગર મા નિદિઁષ્ટ મંડળી માથી પ્રાયમરી (પ્રાથમિક) મંડળી મા ફેરફારો માટે ની માંગણી ઑ કે ઠરાવો ન હોવા છતા આ ફેરફાર કરી સરકારે સંસ્થા માથી પારદશીઁતા અને લોકશાહી ખતમ થાય એવા તઘલખી નિણઁય સામે ભૂતપૂર્વ સાંસદ કનકસિંહ માંગરોલા ના પુત્ર વિક્રમસિંહ માંગરોલા એ નામદાર હાઈકોર્ટે ના દ્વાર ખખડાવી દક્ષિણ ગુજરાતનાં લાખો ખેડૂતો (સભાસદો)ને ન્યાય અપાવવા બાથ ભીડી છે.
છેલ્લા ૩૫ વર્ષ થી અત્યાર સુધી સહકારી ખાંડ ઉદ્યોગ ની ચુંટણી કલેકટર શ્રી ની સીધી દેખરેખ હેઠળ કરવામાં આવતી હતી કલેકટર શ્રી બંધારણીય હોદ્દો ધરાવતા ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ હોય ચુંટણી સંપૂર્ણ પારદશીઁ અને લોકશાહી ઢબે બંધારણ મુજબ યોજાતી હતી. જેથી ગેરરીતિઓ ને કોઈ અવકાશ ન હતો પરંતુ હવે નિદિઁષ્ટ મંડળી માથી પ્રાયમરી (પ્રાથમિક)મંડળી કરી દઈને ચુટણી નો સંપૂર્ણ વહીવટ જે તે સુગર ના સત્તાધીશો ના હાથમાં સોપાતા સંસ્થા મા મુક્ત અને ન્યાયીક ચુંટણી ઓ યોજવા સામે લોક માનસ મા અનેક પ્રશ્નો ઉભા થયા છે. સંસ્થા મા લોકશાહી પ્રક્રિયા સામે ખતરો ઊભો થતા લાખો સભાસદો ના હીતો સામે જોખમ ઉભું થયેલ છે. આ કાયદો માત્ર ને માત્ર કેટલીક સંસ્થા ના વહીવટ કતાઁ ઓ ને અનુરૂપ ઘડાયો હોવાની શંકા છે .શેર ધારણ કરતા લાખ્ખો સભાસદો ની સર્વ સંમતિ જાણ્યા વગર તથા સાધારણ સભા મા સંસ્થા દ્વારા કોઈ પણ ઠરાવો કયાઁ વગર સભાસદો પર આ કાયદા નો અમલ થોપી બેસાડવો એ લોકશાહી પરંપરા ની વિરુદ્ધ છે. છેલ્લા ૩૫ વર્ષ ની પરંપરા ને રાતોરાત બદલવાની કેમ જરૂર પડી એ બાબત શંકાસ્પદ જણાય છે.
ગુજરાત સરકાર ના હાલનાં ખાંડ નિયામક ના હુકમ મા ખેડૂત સભાસદો પાચ વષઁ મા ઓછાં મા ઓછાં બે વષઁ શેરડી સંસ્થા મા નાખી હોય તે જ સભાસદો ચુટણી મા મત આપી શકે કે ઉમેદવારી કરી શકે એવા ફતવા થી દક્ષિણ ગુજરાતના લાખ્ખો સભાસદો ને પોતાના બંધારણીય અધિકારો ગુમાવવા નો વારો આવ્યો છે જ્યારે સભાસદો એ જે તે સમયે પત્ની ના ઘરેણાં વેચી ને કે ચક્રવૃધ્ધિ વ્યાજે પૈસા ચુકવીને શેર ખરીદી સંસ્થા ઓ ઉભી કરવામાં સિંહ ફાળો આપનાર સભાસદો સાથે છેતરામણી છે. ૩ સહકારી સંસ્થાઓ ની ચૂંટણી માથે છે ત્યારે આવા નિણઁય થોપી બેસાડવો એ લોકશાહી પરંપરા ની વિરુદ્ધ છે.
હકીકતમાં તમામ ખાંડ ઉદ્યોગ મંડળી ને પુરતો પૂરવઠો પ્રાપ્ત થઈ રહેલ છે.પોતાની દૈનિક પીલાણ ક્ષમતા કરતા વધુ શેરડી પ્રાપ્ત થઈ રહેલ હોય છતા કેમ આવા સભાસદો ના બંધારણીય અધીકારો જોખમાઈ તેવા નિણઁયો કે ફતવા બહાર પાડી દક્ષિણ ગુજરાતના લાખ્ખો સભાસદો મા અસંતોષ ઊભો કરી માત્ર હીત ધરાવતા વહીવટ કતાઁ ઓના દબાણ મા આ નિર્ણયો કરવા મા આવ્યા હોવાનું પ્રતિત થાય છે.
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા પાંચેક વષઁ મા સભાસદો ની સાચી રજુઆતો ખાંડ નિયામક શ્રી અને સરકાર શ્રી એ ધ્યાને ન લેતાં દક્ષિણ ગુજરાતની માતબર સુગર ફેક્ટરી ઓ જેવી કે મરોલી સુગર, માંડવી સુગર, ગાંધારા સુગર અને સરદાર સુગર બંધ પડી જેનો શેરડી નો પુરવઠો મેળવવા માટે જ્યારે હરીફાઈ થતી હોય ત્યારે વહીવટ કતાઁ ઓ ના દલાલો કાયઁરત હોય ત્યારે સંસ્થા ના સભાસદો ઉપ્પર બે વષઁ શેરડી ન નાખે તેના અધિકારો જાય તેવા ફતવા તથા કાયદા લાવવા ગેરબંધારણીય છે.
સભાસદો ની ફરિયાદો ને જો સરકાર શ્રી, ખાંડ નિયામક શ્રી તથા ડીસ્ટ્રીકટ રજીસ્ટ્રાર શ્રી એ દાબ દબાણ માં આવ્યા વગર તપાસ કરી હોત તો દક્ષિણ ગુજરાતની સંસ્થા ઓ ના આ હાલ થયા ના હોત તથા ખેડૂતો ના પરસેવા ના કરોડો રૂપિયા જોખમ મા મુકાયા ન હોત.
સરકાર અને ખાંડ નિયામક નો મુખ્ય હેતુ સંસ્થા અને ખેડૂત સભાસદો ના હિત રક્ષણ નો હોવો જોઈએ નહીં કે વર્તમાન કર્તા- હર્તા ને લાભ કરતો હોવો જોઈએ. જયારે કેન્દ્ર ની મોદી સરકાર ખેડૂતો ની આવક બમણી કરવા માટે અથાગ પ્રયાશ કરતી હોય ત્યારે ગુજરાત સરકાર અને ખાંડ નિયામક ની કામગીરી તેના થી વિપરીત જઈ સહકારી સંસ્થા નું હિત જોખમાય તેવા નિર્ણય લેવા ઉતાવળા થયા છે.
સહકારી સંસ્થાઓ અને ખેડૂત ને અન્યાય કતાઁ આ બન્ને કાયદા ઓ સામે અનેક રજુઆત ના અંતે ખેડૂતો નુ હીત જોખમાઈ નહી તેથી નામદાર ગુજરાત હાઇકોર્ટમાં ન્યાય મેળવવા માટે પીટીશન વિક્રમસિંહ માંગરોલા દ્વારા દાખલ કરવામાં આવેલ છે. જેની વધુ સુનવણી આવનારા દિવસો માં થનાર છે.