રાજપીપળા,તા. 9
રાજપીપળા અને ગરુડેશ્વર વિસ્તારની કુલ -3 ચોરીના કામના નાસતા ફરતા કુલ -4 આરોપીઓને નર્મદા પોલીસે ઝડપી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .
જેમાં જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડવા સારું તેઓના રહેણાંક તથા આશ્રય સ્થાનો તથા બાતમીદારો થી ઝડપી પાડવા મધ્યપ્રદેશ ખાતે સી.એમ. ગામીત પો.સ.ઇ કેવડીયા તથા તેમની ટીમને મધ્યપ્રદેશ ખાતે રવાના કરવામાં આવેલ જે દરમિયાન સી.એમ.ગામીત પો. સ. ઈ કેવડીયા તથા તેમની ટીમે મારફતે રાજપીપળા તથા ગરુડેશ્વર કુલ 3 ગુનામાં નાસતા ફરતા આરોપી કાલુભાઈ સગલીતાભાઈ તોમર કેદુભાઈ ડુંગરિયાભાઈ ચૌહાણ બને ( રહે, કુહા તા.કઠીવાડા જ઼ી.અલીરાજપુર મધ્યપ્રદેશ) પંકજભાઈ ઇન્ડરસિંગભાઈ તોમર (રહે, પનાલા લુહાર ફળિયા અલીરાજપુર ) નરેશભાઈ સેવસિંગભાઈ તોમર (રહે, પનાલા,લુહાર ફળિયા અલીરાજપુર)ને ઝડપી પાડી રાજપીપળા ગરુડેશ્વર પોલીસને ગુનાના કામે સોંપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા