ધારીખેડા સુગર ફેક્ટરી પાસે અજાણ્યા વાહનચાલકે રાહદારીને અડફેટમાં લઇ અકસ્માત કરતા અધ્યાય નો ઘટનાસ્થળે જ કરુણ મોત.

અકસ્માત કરી અજાણ્યા વાહન ચાલક ફરાર.. રાજપીપળા, તા.9
નાંદોદ તાલુકાના ધારીખેડા ગામે સુગર ફેક્ટરી પાસે કોઈ અજાણ્યા વાહનચાલકે અજાણ્યા રાહદારીને અડફેટમાં લઇ અકસ્માત કરતાં અજાણ્યા ઇસમો ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજયું હતું.અકસ્માત કરી અજાણ્યા વાહન ચાલક ફરાર થઇ જતાં આમલેથા પોલીસ મથકે ફરિયાદી હેમંતભાઈ વિષ્ણુભાઈ વસાવા (રહે, ધારીખેડા )ની ફરિયાદ નોંધાવતા અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદની વિગત મુજબ ધારીખેડા સુગર ફેક્ટરી પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈ રીતે ચલાવતા અજાણ્યા રાહદારીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં તેને માથાના તથા શરીરે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળ ઉપર જ કરુણ મોત નીપજયું હતું.વાહન ચાલક અકસ્માત કરીને પોતાનું વાહન લઇ નાસી જતાં તેની સામે અકસ્માત મોત ગુનાની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા