ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સનાં એન.સી.સી. યુનીટનો ઓરીએન્ટેશન પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો.ભારત દેશના વડાપ્રધાને પણ હમણાંજ એન.સી.સીનાં વિદ્યાર્થીઓને અપીલ કરી હતી કે તેઓએ કોરોના વોરીઅર્સ તરીકેની ભૂમીકા ભજવવી જોઈએ તથા કોરોના સંદર્ભની સાચી માહિતી સમાજમાં પહોચાડવી જોઈએ. આ વાતનો સ્વિકાર વિદ્યાર્થીઓએ કર્યો હતો. કોલેજનાં પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે એન.સી.સી.નાં યુવાનોએ દેશભક્તીની સાથે એક જાગૃત નાગરીક તરીકે ભૂમીકા અદા કરવી જોઈએ. પ્રિ.વકીલે વધુમાં કહ્યું હતુ કે દેશની બધીજ શૈક્ષણીક સંસ્થાઓએ વિદ્યાર્થીઓને મિલીટરી ટ્રેઈનીંગનાં બેઝીક પાઠ શીખવવા જોઈએ. જેથી યુવાનોમાં એક ખમીર ઉભું થાય છે જેનાથી તેનો આત્મવિશ્વાસ વધે છે તથા દેશ પ્રત્યેની વફાદારી તથા નિષ્ઠા ઉભી થાય છે. એન.સી.સી. ઓફીસર પ્રા.વસાવાએ પ્રાસંગોચિત વક્તવ્ય આપ્યું હતુ.
Related Posts
અમદાવાદ જિલ્લામાં 9 તાલુકામાં 404 બેડની સુવિધા સાથે કોવિડ કેર સેન્ટર કાર્યરત.
*અમદાવાદ જિલ્લામાં 9 તાલુકામાં 404 બેડની સુવિધા સાથે કોવિડ કેર સેન્ટર કાર્યરત.* અમદાવાદ: અમદાવાદ જિલ્લામાં કોરોનાના સંક્રમણને નાથવા માટે અમદાવાદ…
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળનાં મુખ્ય કારોબારી અધિકારી તરીકે રવિ શંકરે સંભાળ્યો પદભાર.
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળનાં મુખ્ય કારોબારી અધિકારી તરીકે રવિ શંકરે સંભાળ્યો પદભાર. રાજપીપલા,તા 23 જામનગર…
અમેરિકાના મેરીલેન્ડ સ્ટેટ્સમાં વાતાવરણમાં પ્રસરી ગયેલી ઠંડી … હિમવર્ષાની સાથે ઠંડો પવન ફુંકાતા મેરીલેન્ડના રસ્તાઓ સુમસામ બન્યા …
અમેરિકાના મેરીલેન્ડ સ્ટેટ્સમાં વાતાવરણમાં પ્રસરી ગયેલી ઠંડી … હિમવર્ષાની સાથે ઠંડો પવન ફુંકાતા મેરીલેન્ડના રસ્તાઓ સુમસામ બન્યા … મોસમની પહેલી…