*ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીની પુત્રવધુએ વોચમેનને અડફેટે લીધો*

સુરતઃ કરંજના ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીની પુત્રવધૂએ એક હીરા ખાતાના વોચમેનને અડફેટે લેતાં ઇજા થઇ હતી. જોકે ધારાસભ્યના પુત્રે વોચમેનને સ્મીમેરમાં ખસેડ્યો હતો. ઘોઘારીના પુત્રવધુ સસરાના નામે રજીસ્ટર થયેલી અને MLA ગુજરાત લખેલી કાર લઈ લંબે હનુમાન રોડ ઘરેથી કામ અર્થે અરસામાં નીકળી હતી. તે વરાછાના પોદ્દાર આર્કેડ પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે બજરંગ ડાયમંડ કંપનીમાં વોચમેન ક્રિષ્ણાસિંહ આનંદી સિંહ રસ્તો ક્રોસ કરતી વખતે ગાડીની અડફેટે આવતા ઈજાઓ થઇ હતી