ભારતમાં હાલ ફુલ લોકડાઉન લગાવવાની કોઇ જરુર નથી.શું કહે છે WHO ના ભારતના પ્રતિનિધિ કહ્યુ કે દેશમાં કોરોનાનું સંક્રમણ ફેલાતુ રોકવા માટે ફુલ લોકડાઉન અને ટ્રાવેલ બંધ કરવાની કોઇ જરુર નથી.

લૉકડાઉનનો ફાયદો ઓછો, નુકસાન વધારે: WHOએ ભારતને કહ્યું આ રીતે સ્ટ્રેટેજી બનાવો, કોરોના આવશે કંટ્રોલમાંદેશમાં કોરોનાના કેસને કાબૂમાં લેવા WHOનું સૂચનલોકડાઉનથી નુકસાન વધુ ફાયદો ઓછોરિસ્ક આધારિત અભિગમ અપનાવોદેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. રોજબરોજ કોરોનાના કેસ વધી રહ્યા છે. આ તમામ વચ્ચે લોકોમાં એક સવાલ એ પણ થઇ રહ્યો છે કે શું કેસ વધી રહ્યા છે તો દેશમાં લોકડાઉનની સ્થિતિ ફરી નિર્માણ પામશે.?  કોરોનાની ત્રીજી લહેરમાં રોજના 2 લાખ કેસ નોંધાઇ રહ્યા છે. પરંતુ આ તમામ વચ્ચે રાહતના સમાચાર એ છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યુ છે કે ભારતમાં હાલ ફુલ લોકડાઉન લગાવવાની કોઇ જરુર નથી.શું કહે છે WHOWHOના ભારતના પ્રતિનિધિ રૉડ્રિકો એચ.ઑફ્રિને કહ્યુ કે દેશમાં કોરોનાનું સંક્રમણ ફેલાતુ રોકવા માટે ફુલ લોકડાઉન અને ટ્રાવેલ બંધ કરવાની કોઇ જરુર નથી. જો ફરી લોકડાઉન લગાવવામાં આવે તો આર્થિક રીતે દેશને સૌથી મોટો ફટકો પડી શકે છે.  કોરોનાનું સંક્રમણ વધવાને કારણે જો વાહનવ્યવહાર બંધ કરવામાં આવે તો રોજી રોટી સંકટમાં આવી શકે છે.  જે ધ્યાનમાં રાખવુ  ખૂબ જરુરી છે.લોકડાઉનથી ફાયદો ઓછો નુકસાન વધુઓફ્રિને જણાવ્યુ હતું કે  સંપૂર્ણ લોકડાઉન કરવાથી કોઇ ફાયદો નથી પરંતુ નુકસાન જ છે. કોરોનાનું સંક્રમણ રોકવા માટે પ્રતિબંધો લાદવાથી આર્થિક નુકસાન વધશે. તેમણે કહ્યું કે ભારત જેવા દેશમાં જ્યાં વસ્તીના વિતરણમાં ઘણી વિવિધતા છે, ત્યાં રોગચાળા સામે લડવા માટે જોખમ આધારિત અભિગમને અનુસરવું સમજદારીભર્યું ગણાશે.સંક્રમણ રોકવા કેવી સ્ટ્રેટજી અપનાવવીરૉડ્રિકો એચ.ઑફ્રિને સૂચન કર્યુ છે કે કોરોનાનું સંક્રમણ રોકવા માટે  રિસ્કને ધ્યાને રાખીને પ્રતિબંધો લાદવાની સ્ટ્રેટજી બનાવવી જોઇએ.તેમણે કહ્યું કે ડબ્લ્યુએચઓ મુસાફરી પ્રતિબંધની ભલામણ કરતું નથી અને લોકોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધનો આગ્રહ પણ નથી રાખતું. તેઓએ કેટલાક સવાલો સૂચવ્યા છે તેની પરથી કોરોનાને રોકવા માટે સ્ટ્રેટજી નક્કી કરવાની સલાહ આપી છે.સવાલ નં 1- કોરોના વાયરસનું નવું રૂપ કેટલું ચેપી છે?સવાલ નં 2- કોરોનાના નવા વેરિએન્ટથી કેટલી ગંભીર બીમારી થાય છે ?સવાલ નં 3-  રસી અને અગાઉ થયેલું કોરોના સંક્રમણથી શરીરને કેટલુ રક્ષણ મળે છે ?સવાલ નં 4- જનતા કોરોનાના નવા વેરિએન્ટને કેવી રીતે જોવે છે. તેનાથી બચવાના ઉપાયો કેટલા અનુસરે છે ?દેશમાં મંગળવારે નોંધાયેલા કેસ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 2,38,018 નવા કેસ નોંધાયા છે. જો કે જોવા જઇએ તો સતત ત્રીજા દિવસે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. અગાઉ, રવિવારે 2.58 લાખ કેસ મળી આવ્યા હતા, જ્યારે શનિવારે 2.71 લાખ કેસ નોંધાયા હતા. #📢 દેશમાં લૉકડાઉન મુદ્દે WHOનું નિવેદન.