કાબરીપઠાર ગામે અંગત અદાવતે ઘરમાં પ્રવેશ કરી તિજોરી,ટેબલ પંખો તથા નળીયાની તોડફોડ કરતાં ભારે નુકસાન.
લાકડી વડે હુમલો કરતાં એકને ગંભીર ઇજા જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ. રાજપીપળા,તા .9
કાબરીપઠાર ગામે લગ્ન પ્રસંગે થયેલ ઝઘડાની રીસ રાખી અંગત અદાવતે ઘરમાં પ્રવેશ કરી તિજોરી,ટેબલ પંખો તથા નળીયાની તોડફોડ કરી ભારે નુકસાન કર્યું હતું.તેમજ લાકડી વડે હુમલો કરતાં એકને ગંભીર ઇજા થવા પામી હતી.અને જાનથી મારી નાખવાની ધમકી આપતા દેડિયાપાડા પોલીસ મથકે મારામારી હમલા પ્રકરણની ફરિયાદ નોંધાઈ છે.
જેમાં ફરિયાદી નિલેશભાઈ હેરિયાભાઈ વસાવા (રહી,કાબરીપઠાર નિશાળ ફળિયુ ) એ નીતેશભાઈ રમેશભાઈ વસાવા,સંદીપભાઈ રમેશભાઈ વસાવા (રહેકાબરીપઠાર, પંચાયત ફળિયું )સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ આરોપી નિતેશભાઇ એ સાહેબ નંદલાલ અમૃતભાઈ વસાવા (રહે, કાબરીપઠાર )સાથે કોઈ કારણોસર ઝઘડો કરતા હતા. જેથી ફરિયાદીને નિલેશભાઈએ લગ્નમાં ઝઘડો નહીં કરવા માટે કહેતા હતા, તેથી આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ જઇ નિલેશ ભાઈ ના ઘરે જઈને ઘરનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રહેલ તિજોરીને લાકડાના ફટકા મારી તિજોરી વાળી તથા ટેબલ પંખો તોડી નાખી તથા ઘરની વીલાયતી નળીયા ની તોડફોડ કરી આશરે રૂ. 4000/- જેટલા નુકસાન કરે અને લગ્નમાં આવી ફરીયાદી નિલેશભાઇ નિતેશભાઇ ને ચહેરા ઉપર ડાબી આંખની ઉપર લાકડી નો એક થપાટ મારીને નીચે પાડી દઈ ડાબા પગમાં લાકડીના બે-ત્રણ સપાટા મારેલ અને આરોપી સંદીપભાઈએ નિતેશભાઇનું ઉપરાણું લઇ ગમે તેવી મા બેન સમાણી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા