નવા એવિએશન, હોસ્પિટાલિટી સેન્ટરનું ઉદ્ઘાટન

નવા એવિએશન, હોસ્પિટાલિટી સેન્ટરનું ઉદ્ઘાટન


હાલમાં મિની – મેટ્રો શહેર અમદાવાદ મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે દેશનું એક મહત્તવપૂર્ણ શૈક્ષણિક કેન્દ્ર રીતે વિકસિત થયું છે. આજે અમદાવાદ અને વસ્ત્રાપુરના યુવા પેઢીમાં ઉડ્ડયન, આતિથ્ય, મુસાફરી અને પર્યટન, રિટેઈલ જેવા ક્ષેત્રના નવા યુગના ઉત્તેજક અભ્યાસક્રમો શીખવા માટે ભારે રસ જોવા મળી રહ્યો છે. આવા સમયમાં એપ્ટેક એવિએશન એકેડેમી દ્વારા યુવાઓને આવા ઉદ્યોગોમાં કારકિર્દીના તકો સમજાવા માટે અને આ ક્ષેત્રમાં તાજેતરની વલણો અને વિકાસ અંગેની માહિતી આપવા માટે એક માહિતીપ્રદ વર્કશોપ યોજવામાં આવ્યો હતો. આ વોર્કશોપનો મુખ્ય હેતુ યુવા ઉમેદવારોને આવા ઉદ્યોગોમાં આપવામાં આવતી અનંત સંભાવનાઓ વિશે શિક્ષણ આપી એને પ્રોત્સાહન અને પ્રેરણા આપવાનું પણ હતું.

આ સેન્ટરના ઉમેરા સાથે, હવે બ્રાન્ડ એપ્ટેક એવિએશન અને હોસ્પિટાલિટી એકેડેમીના દેશભરમાં 50 થી વધુ કેન્દ્રો થઇ જશે. રોગચાણાના હાલના સંજોગોને ધ્યાનમાં રાખી આ સેન્ટર ઓનલાઇન અને રિમોટ ડિલિવરી ચેનલના બ્લેન્ડેડ પ્રોગ્રામ્સ દ્વારા સંચાલિત કરવામાં આવશે. સેન્ટરના વિદ્યાર્થીઓ માટે ખાસ ઓનલાઇન કાઉન્સેલિંગ સત્રોના પણ આયોજન કરવામાં આવશે.

એપ્ટેક એવિએશન એકેડેમી દ્વારા આજે અમદાવાદના વસ્ત્રાપુર ખાતે એક નવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. એવિએશન, હોસ્પિટાલિટી, ટ્રાવેલ એન્ડ ટુરિસમ, રિટેઈલ જેવા ક્ષેત્રમાં કારકીર્દિ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે આ કેન્દ્રનું ઉદ્ઘાટન એપ્ટેક લિમિટેડના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી શજન સેમ્યુઅલ દ્વારા કરાયું હતું.