*જામનગરમાં રેડ મી ફોનમાં બ્લાસ્ટ થયો*

રેડ મી કંપનીનો ફોન વાપરતા ગ્રાહકો ચેતજો. જામનગરમાં એમ આઇ નોટ ૬ પ્રો ફોનમા બ્લાસ્ટ થયો છે. શહેરના ટાઉન હોલ જ્યોત ટાવરમાં આવેલી એક દુકાનમાં ડિસ્પ્લે ખોલતા સમયે ફોનમાં બ્લાસ્ટ થયો છે.નામચીન કંપની રેડ મીનો ફોન બ્લાસ્ટ થતાં ગ્રાહકોમાં રોષ ફેલાયો છે. ફોન બ્લાસ્ટ થવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.