રાજપીપળા મા સાંસદ મનસુખભાઈ વસાવા સન્માન સમારંભ

રાજપીપળા મા સાંસદ મનસુખભાઈ વસાવા સન્માન સમારંભ :
ભાજપે એક કાંકરે બે પક્ષી માર્યા.

ચૂંટણી ટાણે ઇકો સેન્સેટીવ ઝોનનો મુદ્દો વિપક્ષી પાસેથી છીનવી લઇ ભાજપની ઝોળી મા નાંખી દીધો.

બીજો 121ગામોના આગેવાનોને ભેગા કરી
ચૂંટણી ટાણે
આ કાયદો રદ કરી દેવામાં આવ્યો હોવાનું જણાવી રાજકીય ફાયદો મેળવ્યો

રાજપીપળા તા7

નર્મદા જિલ્લામા નગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવતા જ રાજકીય ગતિ વિધિઓ તેજ બની ગઈ છે. કોઈ જાહેરસભા કરી રહ્યા છે તો કોઈ સન્માન સમારંભ નું આયોજન કરી આગેવાનોને ભેગા કરી વોટ અંકે કરવા વિવિધ મુદ્દાઓ ની ધારદાર રજૂઆત થઇ રહી છે. જેમા બિટિપિ એ ઇકો સેંસિટિવ મુદ્દે લડત ઉપાડી તો ભાજપે એને સરકારમા રદ કરાવી ભાજપે આ મુદ્દો સફળ બનાવ્યો છેએ હવે ચર્ચા નો મુદ્દો બન્યો છે. આજે રાજપીપળા ખાતે સાંસદ મનસુખ વસાવા નો સન્માન સમારંભ યોજાયો જેમા ભાજપે એક કાંકરે બે પક્ષી માર્યા છે.ચૂંટણી ટાણે ઇકો સેન્સેટીવ ઝોનનો મુદ્દો વિપક્ષી પાસેથી છીનવી લઇ ભાજપની ઝોળીમા નાંખી દીધો.અને બીજો 121ગામોના આગેવાનોને ભેગા કરી
ચૂંટણી ટાણે
આ કાયદો રદ કરી દેવામાં આવ્યો હોવાનું જણાવી રાજકીય ફાયદો મેળવવા નો પ્રયાસ શરૂ થયો છે

નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવા તમામ પાર્ટી ઓનો મુખ્ય મુદ્દો ઇકો સેન્સેટિવ નો ઉઠાવ્યો છે. ત્યારે તમામ વિપક્ષી
પાર્ટીઓ પાસેથી સાંસદ મનસુખ વસાવાએ મુદ્દો આંચકી લીધો અને ભારતીય જનતા પાર્ટીએ હવે મુખ્ય મુદ્દો બનાવી દીધો અને એક જાહેર સન્માન સમારોહ
રાખી 121 ગામોના આગેવાનોને ભેગા કરી આ કાયદો રદ કરી દેવામાં આવ્યો હોવાનું જણાવી કોઈ પણ ખોટું બોલી ભરમાવે તો ભરમાશો નહીં ની જાગૃતિ
લાવવાની કામગીરી શરૂ કરી છે. તાજેતરમાં ઇકોસેન્સેટિવ ઝોન ને લઈને નર્મદા જિલ્લામાં ડર માહોલ છે.અનેક વિરોધો વચ્ચે સરકારે એન્ટ્રી ઓ રદ કરી છે. હાલ
સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓ જાહેર છે ત્યારે BTP અને કોંગ્રેસ દ્વારા ઇકો સેન્સેટિવ મુદ્દો ઉઠાવી આ જાહેરાત એન્ટ્રી રદ એ કાયમી હલ નથી ચૂંટણી નેલીધે કરી છે. એવા પ્રચાર ને લઈને ભાજપ માં પણ એક ચિંતાનું મોજુ ફરી વળ્યું છે

121 ગામોના આગેવાનોને ભેગા કરી આ કાયદો રદ કરી દેવામાં આવ્યો હોવાનું જણાવ્યું
ત્યારે ભરૂચ સાંસદ બજેટ સત્રમાં દિલ્હી ગયા હોય 377 ની કલમ હેઠળ રજુઆત ની મુદત સ્પીકર પાસે થી મેળવી રજુઆત કરી અને ઇકો સેન્સેટિવ નોકાયદો નર્મદા માં થી રદ થાય એ મુદ્દે રજુઆત સંસદ માં કરી સરકારે આ કાયદો રદ કરવાની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે સ્થાનિક 121 ગ્રામજનો વતી આકાયદો રદ કરાવનાર સાંસદ મનસુખ વસાવા નું રાજપીપલા ખાતે જાહેર સન્માન કરવા એક જાહેર સભાનું આયોજન કર્યું..જ્યાં એક હજાર થી વધુ લોકોવચ્ચે જાહેરાત મનસુખ વસાવા એ કરી કોઈ પણ હવે ઇકોસેન્સેટિવ ઝોન બાબતે કાઈ પણ કહે ભરમાશો નહીં. સમજો રદ થઈ ગયો છે. હજુ આપણે ઘણું
વિકાસના કામોકરવાના છેએમ કહી સૌનો આભાર માન્યો હતો

તસવીર: જ્યોતિ જગતાપ,રાજપીપળા