ગોતા બ્રિજ અેસજી હાઇવે ઉપર બે કાર વચ્ચે ભયાનક અકસ્માત થતા અેઅેસઆઈ ઘાયલ

અમદાવાદના એસ.જી.હાઇવે ઉપર બે કાર વચ્ચે ભયાનક અકસ્માત જેમાં પોલીસ વિભાગના એએસઆઈ ઘાયલ થયા છે. બોલેરો અને વર્ના કર વચ્ચે થયેલા અકસ્માતમાં બંને કારોના બોનેટનો ફૂડચો બોલાઈ ગયો હતો.પોલીસને જાણ થતા જ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.ઘાયલ થયેલા કાર ચાલક એએસઆઈ ને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.ઘણા સમય બાદ અકસ્માત સર્જાયો છે.જો કે પોલીસે આ બંને કાર ચાલકો કોણ છે ? અને શેના માટે બહાર નીકળ્યા હતા તે અંગે તપાસ શરૂ કરી છે.