હાઇ રિસ્ક કોમ્પ્લીકેટેડ ડિલિવરીની પૂર્વક નોર્મલ કરાવતા 108ના ઈ એમ ટી

હાઇ રિસ્ક કોમ્પ્લીકેટેડ ડિલિવરીની પૂર્વક નોર્મલ કરાવતા 108ના ઈ એમ ટી
બાળકના ગળા માં વિટાયેલી નાળ કાઢી તેમજ બાળક ના મોમાં શકશન કરી બાળક જે ખરાબ પાણી પીગયું હતું તે કાઢ્યું.

રાજપીપળા, તા6

એસ્પીરેસનલ ડિસ્ટ્રિક્ટ એવા નર્મદા જિલ્લામાં ગુજરાત સરકારની ૧૦૮ ઇમર્જન્સી સેવા લોકો ને અનેકરૂપે મદદરૂપ થઇ રહી છે તેમજ પ્રસુતાઓ માટે મહત્વ ની ભૂમિકા ભજવી આઈ. એમ. આર.(ઇનફન્ટ મોર્ટાલીટી રેટ )અને એમ. એમ.આર. (મધર મોર્ટાલીટી રેટ )ને ઓછું કરવા ખુબ મહત્વ નું યોગદાન આપે છે

જેમાતા.04/02/2021 બપોરે 13:26 કલાકે કોલ મળતાની સાથે જ ડેડીયાપાડા માં ઉભેલી ૧૦૮ એમ્બ્યુલન્સ સબડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ માં પોહચી ગયી, ઈ એમ ટી ઈરવ આર વસાવા અને પાયલોટ કિરીટ એસ વસાવા સ્ટ્રેચર લય હોસ્પિટલ માં પોહચી ગયા અને ઈ એમ ટી ઈરવ વસાવા હોસ્પિટલ માં થી રીફર કરનાર ડૉક્ટર ને મળી દર્દી ની બધી હિસ્ટરી મેળવી તેમાં માલુમ પડ્યું કે દર્દી કોકિલાબેન ની પ્રથમ પ્રસુતિ હતી અને બાળક સંડાશનું પાણી પી ગયું હોય તેમ લાગે છે તેમજ પ્રસુતિની પીડા માં કોઈ સુધાર જાણતો નથી જેથી દર્દી કોકિલાબેનને સેવા રૂરલ ખાસે ખસેડવામાં આવે છે, ત્યાર બાદ ઈ એમ ટી અને પાયલોટ દ્વારા દર્દી ને 108 એમ્બ્યુલન્સ માં લય 108 સેંટર અમદાવાદ માં બેઠેલા ડૉક્ટર જીતેન્દ્ર સાહેબ ને કોલ કરી માહિતી આપી અને એમ્બ્યુલન્સ માં સારવાર આપવા માટે સલાહ લીધી, ત્યાર બાદ 108 એમ્બ્યુલન્સ ડેડીયાપાડા થી નીકળી સેવા રૂરલ જવા રવાના થયાં અને રાજપારડી પાસે પોંહચતા દર્દી કોકિલાબેન ને અસહ્ય પ્રસવ પીડા થવા લાગી, ઈ એમ ટી ઈરવભાઈ એ તપાસ કરતા એમને લાગ્યું કે ડિલિવરી એમ્બ્યુલન્સ માંજ કરાવવી પડશે એટલે એમણે પાયલોટ કિરીટભાઈ ને કહી 108 એમ્બ્યુલન્સ રોડ ણી સાઈડ માં ઉભી રખવી. ઈ એમ ટી એ પોતાની સતર્કતા મુજબ ડિલિવરી કીટ કાઢી તેમાં આવતા સાધનોનો ઉપયોગ કરી એમ્બ્યુલન્સ માં જ સફળ પ્રસુતિ કરાવી તેમજ બાળકના ગળા માં વિટાયેલી નાળ કાઢી તેમજ બાળક ના મોમાં શકશન કરી બાળક જે ખરાબ પાણી પીગયું હતું તે કાઢ્યું.

108 એમ્બ્યુલન્સ માં જ બાળકની યોગ્ય સારવાર કર્યા બાદ બાળક માતા ને સોંપ્યું જે સ્વસ્થ હતું.ત્યાર બાદ 108 સેંટર અમદાવાદ બેઠેલા ડૉક્ટર જીતેન્દ્ર સાહેબની સલાહ મુજબ માતા અને બાળક ની સારવાર કરી બંને ને સેવા રૂરલ હોસ્પિટલ ઝગડીયા ખાતે ખસેડી ત્યાં દાખલ કરાયા હતા જ્યાં બંને સ્વસ્થ હોવાનું જણાવ્યુ હતું

તસવીર: જ્યોતિ જગતાપ,રાજપીપળા