નિર્ભયાના દોષિત અક્ષયની પત્નીએ છુટાછેડા માટે અરજી કરી
– હું વિધવા બનીને નથી રહેવા માગતી : અક્ષયની પત્ની
– હિંદુ લગ્ન કાયદા મુજબ રેપ ડિવોર્સનું કારણ બની શકે તેવો દાવો, 19મીએ સુનાવણી.
નિર્ભયા પર રેપ અને હત્યાના કેસમાં ફાંસીની સજાનો સામનો કરી રહેલા અક્ષયની પત્નીએ બિહારના ઓરંગાબાદની કોર્ટમાં ડિવોર્સ માટે અરજી કરી હતી. આ અરજીમાં અક્ષયના પત્નીએ કહ્યંુ છે કે મારે ડિવોર્સ જોઇએ છે કેમ કે મારા વર્તમાન પતિને 20મીએ ફાંસી થઇ જશે તો બાદમાં હું વિધવા બનીને રહી જઇશ અને મારે વિધવા તરીકે જિંદગી નથી જીવવી.
ઓરંગાબાદના લહંગ કર્મા ગામનો રહેવાસી અક્ષય પણ ચારેય અપરાધીઓમાં સામેલ છે અને તેને 20મીએ ફાંસીએ લટકાવવામાં આવશે. જોકે તેની પત્નીએ ડિવોર્સ માટે જે અરજી કરી છે તેમાં એવો પણ દાવો કર્યો છે કે મારા પતિ નિર્દોષ છે, આવી સ્થિતિમાં તેને જો ફાંસી થઇ જશે તો હું તો વિધવા બની જઇશ તેથી મને ડિવોર્સ જોઇએ છે. તેની પત્ની પુનિતાએ હિંદુ લગ્ન કાયદા અંતર્ગત આ અરજી કરી છે.
કોર્ટમાં આપેલી અરજીમાં પુનિતાએ એવી પણ દલીલ કરી છે કે આમ તો મારા પતિ નિર્દોષ છે પણ ન્યાયની દ્રષ્ટીએ તેઓ દોષીત છે. કાયદા મુજબ કોઇ બળાત્કારીની પત્ની ડિવોર્સ લઇ શકે છે કેમ કે તે વિધવા તરીકે પોતાનું ગુજરાન ચલાવી શકે તેમ નથી. અક્ષયની પત્નીના વકીલ મુકેશસિંહનું કહેવું છે કે હિંદુ કાયદા મુજબ રેપ પણ છુટાછેડાનું કારણ હોઇ શકે છે. કોર્ટ આ અરજી અંગે 19મી તારીખે સુનાવણી કરશે.
Sureshvadher only news group
9712193266