દેડિયાપાડાના ખાબજી ગામેથી રોકડા રૂ.12140 /- તથા મોબાઈલ નં. 5 કિ. રૂ. 7000/- મળી કુલ કિં. રૂ. 19140/- ના મુદ્દામાલ સાથે સાત જુગારીયાઓ ઝડપાયા.

દેડિયાપાડાના ખાબજી ગામેથી રોકડા રૂ.12140 /- તથા મોબાઈલ નં. 5 કિ. રૂ. 7000/- મળી કુલ કિં. રૂ. 19140/- ના મુદ્દામાલ સાથે સાત જુગારીયાઓ ઝડપાયા.
ચાર આરોપીઓ ફરાર.
રાજપીપળા,તા.4
દેડિયાપાડાના ખાબજી ગામે રોકડા રૂ.12140 /- તથા મોબાઈલ નં. 5 કિ. રૂ.7000/- મળી કુલ કિં. રૂ.19140/- ના મુદ્દામાલ સાથે સાત જુગારિયાઓને પોલીસે ઝડપી પાડ્યા છે.
આ અંગે પૂછતા હોય એ.આર.ડામોર ના જણાવ્યા અનુસાર પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશનમાં હાજર હતા.તે દરમ્યાન અ.હે.કો મહેન્દ્રભાઈ નટવર અને ખાનગી રાહે બાતમી મળેલ કે ખાબજી ગામે દમણીયા ફળીયામા ટેકરા ઉપર લાઈટના અજવાળામાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં કેટલાકે એ સમૂહ પૈસાપાનાથી હારજીતનો જુગાર રમી રમાડે છે.જે બાતમી આધારે રેડ કરતા કેટલાક ઇસમો બાતમી વાળી જગ્યા ના અજવાળામાં ગોળ કુંડાળુ વળી પૈસા વડે હારજીતનો જુગાર રમતા હતા.જેથી તેઓને કોર્ડન કરી રેડ કરતાં સ્થળ ઉપરથી આરોપી જયેશભાઈ રતિલાલભાઈ વસાવા, નીતિનભાઈ ગણપતભાઈ વસાવા, રવિન્દ્રભાઈ ગંભીરભાઈ વસાવા,રાયસીંગભાઈ બેડીયાભાઈ વસાવા, કાંતિલાલભાઈ અમરસિંહભાઈ વસાવા, વિક્રમભાઈ બચુભાઈ વસાવા તમામ (રહે, ખાબજી )તથા મનોજભાઈ સોમાભાઈ વસાવા (રહે, નાના મંડાળા) ની અંગજડતીના રોકડા રૂ
11390/- તથા દાવ ઉપરના રોકડા રૂ. 750/- મોબાઈલ નંગ.5 કિં. રૂ. 7000/- તથા પતાપના મળી કુલ કિં.રૂ. 19140/-નો ગણી જુગાર ના મુદ્દામાલ સાથે રેડ દરમિયાન પકડાઈ ગયેલ તેમજ આરોપી પ્રતાપભાઈ વેસ્તાભાઈ વસાવા, બીપીનભાઈ નગીનભાઈ વસાવા, સંજયભાઈ ચંદુભાઈ વસાવા, પરીયોભાઈ રામેશ્વરભા વસાવા તમામ (રહે, ખાબજી ) પોલીસ રેડ દરમિયાન નાસી ગયેલ હોય જેથી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા