જિલ્લાના રિયોટીગ છેતરપિંડીના ગુનાના કામના બે નાસતા ફરતા આરોપીઓ ઝડપાયા.
રાજપીપળા,તા.4
નર્મદા જિલ્લાના રાયોટિંગ તેમજ છેતરપિંડીના ગુનાના કામના નાસતા ફરતા બે આરોપીઓ ઝડપાયા છે.જેમાં એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તથા એલસીબી સ્ટાફ દ્વારા જિલ્લાના ગુનાના કામે નાસતા ફરતા આરોપીઓ ની કેસ ડાયરીનો અભ્યાસ કરી ટેકનિકલ સર્વેલન્સ તેમજ ખાનગી બાતમીદારથી બાતમી મેળવી જિલ્લાના અલગ અલગ ગુનાના કામના નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડી જે તે પોલીસ સ્ટેશનમાં ગુનાના કામે સોંપવામાં આવેલ છે.જેમાં
ગરૂડેશ્વર પોલીસ મથકમાં નોંધાયેલ નાસતા ફરતા આરોપી ગૌતમભાઈ અરવિંદભાઈ પટેલ (રહે, કર્વી તા.ઉંઝા જિ.મહેસાણા) નાસતા ફરતા હોય તેને ઊંઝા ગામેથી જિલ્લાની એલસીબી પોલીસે ઝડપી ગરુડેશ્વર પોલીસને સોંપવામાં આવેલ છે. જ્યારે બીજો આરોપી રાજપીપળા પોલીસ મથકના ગુનામાં નોંધાયેલા નાસતો ફરતો આરોપી શબ્બીરખાન રસુલખાન પઠાન (રહે,વોરા કોલોની તા.જી. વડોદરા) ને પણ પોલીસે પકડી ગુનાના કામે રાજપીપળા પોલીસને હવાલે કરવામાં આવેલ છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા