છેલ્લા સાત વર્ષથી નાસતો ફરતો આરોપી પકડી પાડતી નર્મદા પોલીસ.

છેલ્લા સાત વર્ષથી નાસતો ફરતો આરોપી પકડી પાડતી નર્મદા પોલીસ.
રાજપીપળા, તા.4
પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ વડોદરા ની કચેરી તરફથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગેની ડ્રાઈવ રાખવામાં આવેલ.જે અનુસંધાને નર્મદા પોલીસ અધિક્ષક હિંમકરસિંહની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે. કે. પાઠક તથા પો.કો ગણપતભાઇ ખાનસિગભાઇ, પો. કો. નિલેશભાઈ, પો. કો. જીતેન્દ્રભાઈ હરિભાઈ, નિતેશભાઇની એક ટીમ બનાવી નર્મદા જિલ્લાના રાજપીપળા પોલીસ મથકમાં નોંધાયેલ કલમ 381 મુજબના ગુનાના નાસતો ફરતો આરોપી હરિઓમ રામશંકર ચૌધરી (રહે,વીજવાલીયા તા.લાલગંજ જી. બસ્તી ઉત્તરપ્રદેશ યુપી)ને ત્યાંથી પકડી રાજપીપળા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા