રાજપીપળા સહિત નર્મદા માં કોરોના મહામારીને લીધે જન્માષ્ટમીનું પર્વ સાદગી થી ઉજવાયું.
રાધાકૃષ્ણ મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે ભક્તોએ ભગવાનનાં દર્શન કર્યા.
મોટાભાગના ભક્તો એ ઘરોમાં જ પારણું બંધી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો.
રાજપીપળામાં દર વર્ષે 100 થી વધુ નાની મોટી કૃષ્ણ જન્મોત્સવની ઝૂંપડીઓ મટકીફોડના તથા રાત્રે કૃષ્ણ જન્મોત્સવના જાહેર કાર્યક્રમો બંધ રહ્યા.
કૃષ્ણભક્તો ઘરોમાં રહીને જ કૃષ્ણજન્મોત્સવ ઉજવ્યો.
રાજપીપળા,તા. 13
રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં કોરોના મહામારીને લીધે જન્માષ્ટમીના જાહેર કાર્યક્રમો નહીં યોજાયા ન હોતા. જેને કારણે જન્માષ્ટમી પર્વ રાજપીપળા સહિત નર્મદા માનપુર રહ્યું હતું. ભક્તોએ કોરોના મહામારી ને લીધે જન્માષ્ટમીનો પર્વ સાદગીથી ઉજવ્યું હતું. રાધાકૃષ્ણ મંદિરમાં સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે ભક્તોએ ભગવાનનાં દર્શન કર્યા હતા મોટાભાગના ભક્તો એ પોતાના ઘરમાં જ પારણું બાંધી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજપીપળામાં દર વર્ષે 100 થી વધુ નાની મોટી કૃષ્ણ જન્મોત્સવની ઝૂંપડીઓ,ડેકોરેશન અને મટકી ફોડના કાર્યક્રમો ભારે ભક્તિભાવપૂર્વક યોજાતા હતા, તથા રાત્રે કૃષ્ણ મંદિરોમાં પણ કૃષ્ણ જન્મોત્સવના જાહેર કાર્યક્રમો ધામધૂમથી યોજાયા હતા.એ તમામ જાહેર કાર્યક્રમો યોજવા પર આ વખતે પ્રતિબંધ હોય કોઈ જાહેર કાર્યક્રમો યોજાયા નહોતા. ગઈકાલે કૃષ્ણ ભક્તો પોતાના ઘરોમાં રહીને જ કૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યો હતો. રાજપીપળા અને કેવડિયામાં ઘરમાં જ પારણું બાંધી ભગવાનને ઝુલાવી કૃષ્ણ જન્મોત્સવ મનાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજપીપળામાં કાછીયાવાડમાં કૃષ્ણ જન્મોત્સવની ઝાંખી જોવા વર્ષોથી આખું ગામ ઉમટતું હતું, પણ કાઠીયાવાડ વિસ્તારમાં સૌથી વધુ કોરોનાના કેસ અને મૃત્યુના બનાવો બન્યા હોવાથી કોરોના મહામારીનું કારણ લોકોની ભીડ ના થાય એ કારણે સદંતર જાહેર કાર્યક્રમ બંધ રખાયો હતો. આ વખતે કાછીયાવાડમાં કોઇ જાહેર કાર્યક્રમમાં યોજાયા ન હતા.આમ રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં કૃષ્ણ જન્મોત્સવ જાહેર કાર્યક્રમ કોરોનાનો ગ્રહણ નડ્યું છે.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા