તિલકવાડા તાલુકાના વંઢ ગામ ના સ્ટેશન નજીક ઇકો કાર ખાડામાં ગટરમાં ઉતરી પડી.
જાનના જોખમમાં મૂકી તે રીતે વાહન ચલાવનાર ચાલક સામે કાર્યવાહી.
રાજપીપળા, તા. 3
તિલકવાડાના વંઢ ગામના સ્ટેશન નજીક ઈકો કારના ચાલકે જાના જોખમમાં મૂકાય તે રીતે વાહન ચલાવતા ઇકો કાર ખાડામાં ગટરમાં ઉતરી પડતા અકસ્માત સર્જાયો હતો.આ અંગે તિલકવાડા પોલીસ મથક વાહનચાલક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેમાં ફરિયાદી દિલીપભાઈ રતનસિંગ આરોપી ચેતનભાઇ મનુભાઈ વસાવા (રહે, દુધાળા, વાઘપુરા,તા. જગડીયા, જી.ભરુચ )સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ આ કામના આરોપી ચેતનભાઇ એ પોતાની ઈકો ગાડી નંબર જીજે 16 બીકે 3380ની પૂરઝડપે અને ગફલતભરી રીતે બીજાની જાણને જોખમમાં મૂકે તે રીતે વાહન ચલાવી વંઢ ગામના સ્ટેશન નજીક ગટરમાં ઉતારી પાડતા ચાલકને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ , રાજપીપળા