માંગરોળ થી રાજપીપળા આવવા નીકળેલો મોટરસાયકલ ચાલકને વાવડી પેટ્રોલ પંપ પાસે નડેલો અકસ્માત.

કોલેજની પરીક્ષા આપવા નિકળેલી મોટરસાયકલ ચાલક અકસ્માત નડ્યો.
માંગરોળ થી રાજપીપળા આવવા નીકળેલો મોટરસાયકલ ચાલકને વાવડી પેટ્રોલ પંપ પાસે નડેલો અકસ્માત.
અકસ્માતમાં બે ને ગંભીર ઇજા.
રાજપીપળા,તા.3
માંગરોળ થી રાજપીપળા કોલેજની પરીક્ષા આપવા નીકળેલા મોટરસાયકલ ચાલકને વાવડી પેટ્રોલ પંપ પાસે અકસ્માત નડ્યો હતો.આ અકસ્માતમાં બેને ગંભીર ઈજા થવા પામી છે.આ અંગે રાજપીપલા પોલીસ મથકે ફરિયાદી પ્રવિણભાઇ મોહનભાઇ રોહિત (રહે,દવાખાનાની પાછળ,માંગરોળ )એ એક સફેદ કલરની ફોરવીલ ના ચાલક સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ ફરિયાદી પ્રવીણભાઈ તથા સાહેદ પોતાની મોટરસાયકલ નંબર જીજે 22 ઈ 2243 ને લઈને સાહેદને કોલેજની પરીક્ષા હોવાથી બપોરના બારેક વાગ્યાના અરસામાં માંગરોળ ગામે થી રાજપીપળા આવવા નીકળેલ તે દરમિયાન વાવડી ચોકડી પાસે આવતા હરસિધ્ધિ પેટ્રોલ પંપ પાસેની ચોકડી પાસે રોડ ક્રોસ કરી રાજપીપળા તરફના રોડ ઉપર આશરે દસ મીટરના અંતરે આવતા મોટરસાયકલને પાછળથી એક સફેદ કલરની ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાની ફોર વ્હીલ ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી પ્રવીણભાઈ ની મોટરસાયકલને પાછળથી ટક્કર મારી અકસ્માત કર્યો હતો.પ્રવીણભાઈ તથા સાહેદને ઈજાઓ પહોંચાડી પોતાનું વાહન લઈ ત્યાંથી નાસી જાય ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા